મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

વીમા એજન્‍ટ લોકપાલ હેઠળઃ છેતરપીંડી રોકવા પગલુ

નાણા મંત્રાલય તરફથી જારી થયુ નોટીફીકેશન

નવી દિલ્‍હી તા.૪ : દેશમાં વીમા ક્ષેત્રમાં થતી છેતરપીંડી અને ગ્રાહકોની ફરીયાદોનું સારૂ નિવારણ કરવાના ઉદેશથી વીમા લોકપાલ નિયમોમાં સુધારો કરવામાં આવ્‍યો છે. તેના હેઠળ હવે ઇન્‍સ્‍યોરન્‍સ વેચી રહેલા બોગસ બ્રોકરો વિરૂધ્‍ધ વીમા લોકાપાલને ફરીયાદ કરી શકાશે. નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા આ અંગે એવું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્‍યું છે.

કેન્‍દ્રસરકારે વિમા સેવાઓમાં મુશ્‍કેલીઓ અંગે આવી રહેલ ફરિયાદોના સમાધાન તેમા લાગતા સમય અને થનારા ખર્ચને ધ્‍યાનમાં રાખીને એક નવી અસરકારક વ્‍યવસ્‍થા તૈયાર કરી દીધી છે. આના માટે વીમા લોકપાલ તંત્રને વધારે અીધકાર આપીને વીમો લોકપાલ નિયમાવલી ર૦૧૭માં સુધારા કર્યા છે.

નાણા મંત્રાલય અનુસાર, નવા નિયમો હેઠળ, વીમા પોલીસી ખરીદનારને જો કોઇ ફરિયાદ હોય તો તેનું સમાધાન ઓછા ખર્ચે અને ઓછા સમયમાં થઇ શકશે. અત્‍યાર દેશમાં પ૬ વીમા કંપનીઓ કામ કરી રહી છે. જેમાં ર૪  જીવન વીમા સાથે સંકળાયેલી છે. જેમાં સરકારી કંપની એલઆઇસી પણ સામેલ છે. તો જીવન વીમા સિવાયના વિમાઓ સાથે ૬ સરકારી કંપનીઓ જોડાયેલી છે. વિમા નિષ્‍ણાંતોનું કહેવું છે કે નવા નિયમો પછી વીમા પોલીસી ખરીદનારા ગ્રાહકોને ઘણો ફાયદાઓ થશે. પહેલો એજન્‍ટ હવે ખોટુ બોલીને પોલીસી નહી વેચી શકે.  બીજુ કંપનીના કર્મચારીઓ સામે પણ ફરિયાદ નોંધાવી શકાશે.

(11:17 am IST)