મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

તાપસી પન્નુના ઘરે મોડી રાત સુધી ચાલી તપાસઃ આજે હજુ કાર્યવાહી ચાલુ રહેશે

મુંબઇ, તા.૪: મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે ફિલ્મ ડાયરેકટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સાથે ઘણા કલાકની પૂછપરછ ખતમ થઇ ગઈ છે. જો કે વિભાગ તરફથી આ અભિયાન મોડી રાત સુધી ચાલ્યું. આવકવેરા વિભાગે ટેકસ ચોંટી મામલે આ સ્ટારોના ઘરે રેડ કરી છે. બંને બોલીવુડ સ્ટાર સાથે આવકવેરા વિભાગે પૂછપરછ લગભગ ૧૧ વાગ્યા સુધી ચાલી. આ તપાસ આજે ગુરુવારે પણ જારી રહેશે. સાથે જ વિભાગે ચાર કંપનીઓ ફેન્ટમ ફિલ્મ, કવોન, એકસીડ, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ત્યાં પણ રેડ કરી છે. તાપસી અને અનુરાગ કશ્યપ ઉપરાંત મધુ મનટેના, વિકાસ બહેલ અને ઘણા અન્યને ત્યાં પણ કાર્યવાહી ચાલુ રહેશે અને આજે તપાસ કરવામાં આવશે.

આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અનુરાગ કાશ્યપના એક ઓફિસર સહીત અન્ય સ્થાનો પર સર્ચ ઓપરેશન હજુ જારી છે. સૂત્રનું કહેવું છે કે અમને અમારી તપાસ પુરી કરવામાં લગભગ ૩ દિવસનો સમય લાગી શકે છે કારણ કે ઘણી સાવધાની સાથે પોતાની પ્રક્રિયા કરીએ છીએ. સૂત્રો અનુસાર, અધિકારી તમામ ડિજિટલ સાક્ષ્યનું બેક અપ રાખી રહ્યા છે તેમને તપાસ દરમિયાન મળેલ અને આ કારણે એમાં સમય લાગી શકે છે. આવકવેરા વિભાગના અધિકારી પાસે પહેલાથી હાજર પુરાવાના આધારે વ્યકિતઓ પાસે પૂછપરછ થઇ રહી છે.

આઈટી વિભાગનો દાવો છે કે સર્ચ ઓપરેશન દર્મિયાન તેમને ઘણા મહત્વપૂર્ણ પુરાવા અને વસ્તુઓ મળે છે. મળતી માહિતી મુજબ પહેલા મુંબઈ અને પુણેમાં ૨૦થી ૨૨ સ્થાનો પર આવક વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહેલ, મધુ મનટેના અને ઘણા અન્ય ઉપરાંત ફેન્ટમ ફિલમ્સ તથા અન્ય ત્રણ સંસ્થાઓ સામેલ છે.

(10:00 am IST)