મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

જાપાનના અબજોપતિ યુસાકુ મેઝવાને ચાંદ પર જવાની ઈચ્છા : અન્ય આઠ લોકોને તદ્દન ફ્રી માં સાથે લઇ જશે

સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કના સ્પેસએક્સ વિમાન દ્વારા યુસાકુ ચાંદ પર મુસાફરી કરવા નિકળશે: આ યાત્રા માટે તેણે તમામ ટિકિટ ખરીદી લીધી

જાપાનના અબજોપતિ યુસાકુ મેઝવાએ ટૂંક સમયમાં ચાંદ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ પોતાની સાથે અન્ય આઠ લોકોને પણ ચાંદ પર લઈ જવા માગે છે.

, યુસાકુ મેઝવા પોતાની સાથે અન્ય આઠ લોકોને ચાંદ પર સાથે આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કના સ્પેસએક્સ વિમાન દ્વારા યુસાકુ ચાંદ પર મુસાફરી કરવા નિકળશે. આ વાતનો ખુલાસો ખુદ યુસાકુએ એક વીડિયો શેર કરીને કહી છે.

પોતાના આ વીડિયોમાં યુસાકુએ આઠ લોકોને લઈ જવાની વાત કહી છે, જેના માટે તેમણે એક ફોર્મ પણ જાહેર કર્યુ છે. પોતાના આ વીડિયોમાં યુસાકુ જણાવે છે કે, આ યાત્રા માટે તેણે તમામ ટિકિટ ખરીદી લીધી છે.

પોતાના આ વીડિયોના માધ્યમથી યુસાકુએ જણાવ્યુ છે કે, ચાંદની નજીક મુસાફરી કરવાનો ખર્ચો પોતે ઉઠાવશે. ત્યારે આવા સમયે જે લોકો આ મુસાફરી કરવા માગતા હોય, એ પણ એકદમ ફ્રીમાં તે આનંદ ઉઠાવી શકશે. આ મુસાફરી 2023 સુધીમાં શક્ય બની જશે. આ મિશનને ડિયર મૂન એવું નામ આપવામાં આવ્યુ છે.

(12:09 am IST)