મુખ્ય સમાચાર
News of Thursday, 4th February 2021

અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૃ : આ વર્ષે હવાઈ માર્ગે અમરનાથ યાત્રા થશે

જમ્મુ : અમરનાથ યાત્રાની સત્તાવાર તારીખો હજુ જાહેર થઈ નથી, પરંતુ જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રનું શાસન સ્થપાયા પછી પ્રથમ અમરનાથ યાત્રા હવાઈ માર્ગે હોવાની ચર્ચા ભારે થઈ રહી છે એટલુ નક્કી છે કે શ્રીનગરથી બાલતાલની આધાર શિબિર સુધી હેલીકોપ્ટર સેવા મળવાની છે, સાથે એવી પણ ચર્ચા છે કે જમ્મુ - શ્રીનગર હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે તેથી પણ હેલીકોપ્ટર સેવા અનિવાર્ય બની ગઈ છે : આમ શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આ વખતે આધાર શિબિરથી બાલતાલ સુધી હવાઈ સેવા મળવાની નિશ્ચિત વાતો બહાર આવી છે : શ્રીનગર બાલતાલ માટે હેલીકોપ્ટર સેવા શરૃ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે : અત્યાર સુધી બાલતાલથી પંજતરણી અને પહલગામથી પંજતરણી માટે જ હેલીકોપ્ટર સેવા મળતી હતી : બાલતાલથી અમરનાથની પવિત્ર ગુફા સુધીની સડક માર્ગે ૯.૪ કિ.મી. અને પહલગામથી ગુફા સુધી ૨૮.૨ કિ.મી.નું અંતર છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ બાલતાલથી હેલીકોપ્ટર મારફત એક જ દિવસમાં અમરનાથ દર્શન કરી પાછા ફરી જાય છે. આ પહેલા હેલીકોપ્ટર દ્વારા અમરનાથ ગુફાથી થોડે દૂર જ ઉતારવામાં આવતા હતા પરંતુ શિવલીંગ ઝડપથી પીગળી જતુ હોય અને લાંબા સમય સુધી રાખવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશથી હવે પંજતરણીમાં હેલીકોપ્ટરમાં ઉતારવામાં આવે છે. જે અમરનાથની પવિત્ર ગુફાથી કેટલાક કિ.મી.ના અંતર ઉપર છે. જયાંથી ચાલીને અથવા ઘોડા ઉપર ગુફા સુધી જઈ શકાય છે.

(4:37 pm IST)