મુખ્ય સમાચાર
News of Thursday, 4th February 2021

પ્રિયંકા ગાંધીના મોટર કાફલામાં સંખ્યાબંધ મોટરો એકબીજા સાથે અથડાઇ પડી

ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહેલ પ્રિયંકા ગાંધીના કાફલામાં અકસ્માત થયાનું જાણવા મળે છે. હાપુડ નજીક કાફલાની સંખ્યાબંધ મોટરો એકબીજા સાથે અથડાઈ હતી.
પ્રિયંકા ગાંધી ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન ટ્રેક્ટર પલટી ખાઈ જતા મૃત્યુ પામેલ યુવકના કુટુંબીજનોને મળવા જઈ રહી હતી અને તેમના સાથે પક્ષના સંખ્યાબંધ બીજા નેતાઓ પણ જોડાયેલ છે.
પ્રાથમિક અહેવાલો મુજબ કોઈને ઇજા થયાની જાણ મળતી નથી. અત્યારે પ્રિયંકા ગાંધી પોતાના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે.

(11:48 am IST)