મુખ્ય સમાચાર
News of Thursday, 4th February 2021

ફ્યુચર ગ્રુપના કિશોર બિયાનીઅને તેના ભાઈ પર SEBI એ લગાવ્યો એકવર્ષ માટે પ્રતિબંધ

રિટેલ કંપની ફ્યુચર રિટેલના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ અંગેની તપાસ બાદ પ્રતિબંધ લાદયો

મુંબઈ : માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્યુચર ગ્રુપના સ્થાપક કિશોર બિયાની અને તેમના ભાઈ અનિલ પર એક વર્ષ માટે માર્કેટ કેપિટલમાં પ્રતિબંધ કામકાજ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બિયાની પર તેમની રિટેલ કંપની ફ્યુચર રિટેલના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ અંગેની તપાસ બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 નિયમનકારી સંસ્થા સેબીએ જણાવ્યું છે કે બંને ભાઇઓએ ગ્રુપ કંપની દ્વારા ફ્યુચર રિટેલના શેરનું ટ્રેડિંગ કર્યું, ફ્યુચર રિટેલના કેટલાક બિઝનેશના ડિમર્જર (વ્યવસાયને અલગ પાડતા) પહેલાં છપાયા વિનાની પ્રાઇઝ સેન્સેટિવ ઇન્ફોર્મેશનનાં આધારે આ ટ્રેડિંગ કરવામાં આવ્યું , જેણે કંપનીના શેરનો ભાવ વધારી દીધો.

ફ્યુચર ગ્રુપના પ્રવક્તા અને બંને બિયાની ભાઈઓએ આ મામલે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. સેબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે બિયાની બંધુઓએ ફ્યુચર કોરર્પોરેટ રિસોર્સ પ્રા.લિ. નામની એન્ટિટી માટે ટ્રેડિંગ ખાતું ખોલાવ્યું હતું, જેણ ડિમર્જર નિર્ણય જાહેર થયો તે પહેલા ફ્યુચર રિટેલના શેરમાં ટ્રેડિંગ કર્યું હતું. આ સિવાય સેબીએ ફ્યુચર રિટેલના બિયાનીના શેરના ટ્રેડિંગ પર પણ 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ અને બંને બિયાની ભાઈઓને દંડ પણ ફટકાર્યો છે. પ્રત્યેક પર રૂ .1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે 45 દિવસમાં ભરપાઈ કરી દેવા પડશે. આ આદેશ સેબીનાં પૂર્ણ-સમયના સભ્ય અનંત બરુઆ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. બજારના નિયમનકારે બિયાની અને અન્ય ત્રણ કંપનીઓને શેરના ડિંલીગ દ્વારા ખોટી રીતે કમાયેલા રૂ. 20 કરોડથી વધુની રકમ પાછા આપવાનું કહ્યું છે.

(1:05 am IST)