મુખ્ય સમાચાર
News of Monday, 4th February 2019

રામ ભગવાન નથી, ગાયને માતા કહેનારાના મગજમાં ગોબર ભરાયેલું છે : કાત્જ

રામ ભગવાન નહીં પરંતુ સામાન્ય માણસ હતા

નવી દિલ્હી તા. ૪ : આક્રમક નિવેદનો આપવા માટે જાણીતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ કહ્યું છે કે રામ કોઈ ભગવાન નહોતા પરંતુ સામાન્ય માણસ હતા. આ સાથે તેમણે ગાયને માતા કહેવા પર પણ આપત્તિ દર્શાવી છે. કાત્જૂના મતે કોઈ જાનવર વ્યકિત કેવી રીતે હોઈ શકે છે.

ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનામાં આયોજીત એક કાર્યક્રમાં ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં કાત્જૂએ જમાવ્યું હતું કે રામ ભગવાન નહોતા. વાલ્મીકી રચિચ મૂળ સંસ્કૃત રામાયણાં તેમને સામાન્ય માણસ તરીકે જ દર્શાવવામાં આવ્યા છે. જેમ ઘોડો, કુતરા જાનવર છે તેમ ગાય પણ એક જાનવર છે. જે લોકો ગાયને માતા માને છે તેમના મગજમાં જ છાણ ભરાયેલું છે.

કાત્જુએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વોટ મેળવવા માટે રાજકારણ ખેલાઈ રહ્યું છે. રામ મંદિર કોઈ મુદ્દો નથી. હકીકતે લોકોનું બેરોજગારી અને અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ હથિયાર અપનાવવામાં આવી રહ્યું છે.(૨૧.૪)

(10:33 am IST)