મુખ્ય સમાચાર
News of Saturday, 4th January 2020

રાજસ્થાનઃ કોટા બાદ વધુ એક હોસ્પિટલમાં ૧૦ બાળકોના મોત

એક મહિનામાં ૧૦ બાળકોના મોતથી કલેકટરે તપાસના આદેશ આપ્યા

કોટા,તા.જયપુરકોટામાં બાળકોના મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જે કે લોન હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા ૧૦૬દ્ગચ પાર થઈ છે ત્યારે તંત્ર સજાગ બન્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. હવે કોટા બાદ બૂંદીની એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે. અહીં ૧ મહિનામાં ૧૦ બાળકોના મોત નીપજયા છે. બાળકોના મોતનો આંકડો હોસ્પિટલ દ્વારા છૂપાવવામાં આવ્યો હતો. બૂંદીની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો ખુલાસો ત્યારે થયો જયારે જિલ્લા કલેકટરે હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓએ જાતે રજિસ્ટર ચેક કર્યું અને મોતની સંખ્યા જોઈને તેઓ હેરાન રહી ગયા. અહીં ૧ મહિનામાં ૧૦ બાળકોના મોત થયા હતા. આ દરેક બાળકો નિયોનટલ ઈન્ટેસિવ કેયર યૂનિટમાં મૃત્યુ પામ્યા હતા.

સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે દરેક બાળકો ગ્રામીણ વિસ્તારથી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે કોઈનું વજન ઓછું હતું તો કોઈ ઈન્ફેકશનથી પીડાતું હતું. કોઈના મોઢામાં ગંદુ પાણી જતું રહ્યું હતું તેના કારણે મોત નીપજયા છે. તેઓએ દાવો કર્યો કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે બાળકોના મોત થયા નથી.જિલ્લા કલેકટરે આ દ્યટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફને નિર્દેશ આપવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. કલેકટરે કહ્યું કે બાળકોની સારવારમાં કોઈ પણ રીતે બેદરકારી રાખવામાં ન આવે.

(10:05 am IST)