મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

સલમાનખાન કાળીયાર હિરણ કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થયો

પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં જોધપુર આવ્યો અને સીધો સીજીએમ ગ્રામીણ કોર્ટ પહોંચ્યો

જોધપુર ;ફિલ્મ અભિનેતા સલમાન ખાન કાળિયાર હિરણ કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થયો હતો. સલમાન ખાન જોધપુર પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં આવ્યો હતો ત્યાંથી તે સીધો સીજીએમ ગ્રામીણ કોર્ટ પહોંચ્યો હતો આ કેસમાં સલમાન ખાન સાથે સૈફ અલીખાન, નિલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બુ પણ આરોપી છે. આ દિવસોમાં કાલા હરણ કેસ મામલે અહીની કોર્ટમાં અંતિમ ચર્ચા ચાલી રહી છે.

સલમાન ખાન કોર્ટમાં 40 મિનિટ રોકાયો હતો. મિડીયાને મળતાં અહેવાલ મુજબ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જોધપુર ગ્રામીણ કોર્ટમાં અભિનેતા સલમાન ખાન તેમજ અન્ય વિરુધ્ધ બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર મામલે અંતિમ ચર્ચા ચાલી રહી છે..

(10:46 pm IST)