મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

કાલે બપોરના ૨ વાગે ડો. પ્રવીણભાઈ તોગડીયા ઘિકાંટા કોર્ટમાં હાજર થશે : ગૃહમંત્રીને પણ ખબર નથી કે વોરંટ નીકળ્યું છે? : ખળભળાટ... : તોગડીયા પ્રચંડ રોષમાં

અમદાવાદ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટીય પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઉપર ૨૧ વર્ષ જુના આત્મારામ પટેલનું ધોતિયું ઉતારી લેવાના બનાવ સંદર્ભે કેસમાં તેઓ હાજર નહિ રહેતા કોર્ટે બિન જામીનલાયક વોરન્ટ કાઢ્યું છે.

મોડી રાત્રે ડો. પ્રવીણભાઈ તોગડીયાએ જણાવેલ કે કાશ્મીરમાં લશ્કર ઉપર પથ્થરમારો કરનાર દેશવિરોધી તત્વો સામેના દેશદ્રોહના કેસો પાછા ખેંચી લેવાય છે અને મારા જેવા દેશપ્રેમી સામે વોરન્ટ નીકળે છે

તેમને કહ્યું મેં પાટીદારો ઉપર લાઠીચાર્જ થાય છે તેની તે વખતના મુખ્ય મંત્રીને ખબર નથી હોતી અને અત્યારે મારા ઉપર વોરન્ટ નીકળ્યું તેની હાલના ગૃહ રાજ્ય મંત્રી ને ખબર સુધ્ધાં નથી.. શક્ય છે ? સમજી શકાય કે કોઈના ઈશારે થાઈ રહ્યું છે.

ડો. તોગડીયાએ વધુમાં કહેલ કે રામ મંદિર બનાવવા કાયદો બનાવવાનું કહ્યું તે મારો ગુન્હો ? ખેડૂતો માટે ટેકાના ભાવ માગ્યા માટે બધું થઈ રહ્યું છે ?

ડો. તોગડીયા  પ્રચંડ આક્રોશમાં હતા. કાલે તેઓ બપોરના વાગે અમદાવાદની  ઘિકાંટા કોર્ટમાં હાજર થશે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ધારાશાસ્ત્રી શ્રી જગરૂપસિંહ રાજપૂત મૂળ ફરિયાદી વતી રોકાયા  હતા. તેઓ શંકરસિંહજીની ખૂબ નજીક હોવાનું મનાય છે..

મોડી રાત્રે શ્રી જગરૂપસિંહે જણાવેલ કે સરકારે તો કેસ વિડ્રો કરેલ પણ મેં ફરિયાદી વતી ઉપલી કોર્ટોમાં જઈને ફરી શરૂ કરાવેલ

4 વર્ષથી કેસ મળતો હતો પરંતુ કોમ્પ્યુટરાઇઝ થવાને લીધે વોરંટ નીકળેલ હશે તેમ માનવુ છું

હવે જવાબદારો સાથે વાતચીત કરી કોઈ ઉકેલ લાવીશું. સંભવતઃ પ્રકરણ પૂરું થઈ જશે. આજે હવે આત્મારામભાઈ પણ હયાત નથી રહ્યા.

 

(9:37 pm IST)