મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

આવી રહી છે નવા રંગરૂપ સાથે ૧૦ રૂપિયાની નોટ

નવી દિલ્હી તા. ૪ : ૫૦ રૂપિયા અને ૨૦૦ રૂપિયાની નોટ રજૂ કર્યા બાદ ભારતીય રીઝર્વ બેન્ક હવે ૧૦ રૂપિયાની નવી નોટ લઇને આવી રહી છે. આ નવી નોટ હાલની નોટ કરતાં જુદી હશે. મળતાં એક અહેવાલ મુજ ૧૦ રૂપિયાની ૧ અરબ નોટ પ્રિન્ટ કરી દેવામાં આવી છે. આ બેન્ક હવે જલ્દી જ બેન્કો સુધી પહોંચી શકે છે. ૧૦ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધીની સીરીઝ હેઠળ છાપવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ ૧૦ રૂપિયાની નોટ અને નવી નોટના રંગ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.

નવી ૧૦ રૂપિયાની નોટ ચોકલેટના બ્રાઉન કલરમાં હશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૦ રૂપિયાની નોટની ડિઝાઇન ૨૦૦૫માં બદલવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરી ૧૦ રૂપિયાની નોટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ નકલી નોટ પર લગામ લગાવા તેમજ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા ભારતીય રિઝર્વબેન્કે નવી નોટ લાવવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬ની ૮ નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી જેમાં ૫૦૦ અને ૧૦૦૦ની જૂન નોટ બંધ કરી દેવામાં આવી હતી. આમ ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા હવે ૧૦ રૂપિયાની નોટને ફરી લોન્ચ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું છે કે ૧૦ રૂપિયાની નવી નોટ કયા સુધીમાં જોવા મળશે.

(4:38 pm IST)