મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

દેશી ચૂલા ફેલાવે છે સૌથી વધુ પ્રદુષણ

દેશના પર્યાવરણ પર તેમજ લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે.

નવી દિલ્હી, તા. ૪ : ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વધુ વપરાતા પરંપરાગત દેશી ચુલા અંૅદાજ કરતાં વધુ માત્રામાં પ્રદુષિત રજકણોનું ઉત્સર્જન કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેને કારણે દેશના પર્યાવરણ પર તેમજ લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે.

ડિસેમ્બર-ર૦૧પમાં સંશોધકોએ રાયપુરમાં ર૦ દિવસ ગાળ્યા હતા. રાયપુરની કુલવસ્તીના ત્રણ ચતુયાંશ લોકો ભોજન તૈયાર કરવા માટે દેશી ચુલાનો ઉપયોગ કરે છે. અહીં વૈજ્ઞાનિકોએ દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ બાયોફયઅલ મેળવી વિવિધ વેન્ટિલેશન સિસ્ટમમાં અલગ-અલગ પ્રકારનાં ભોજન તૈયાર કર્યા હતા તથાચ એના કારણે થતા પ્રદુષણમાં થતી વધ-ઘટનો પણ અભ્યાસ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે અમુક કેસમાં સંશોધકોએ અગાઉના અભ્યાસના તારણની સરખામણીએ વધુ ઉત્સર્જન થતું હોવાનું નોંધ્યું હતું.

જો કે દેશી ચૂલાથી થતા ઉત્સર્જનની પર્યાવરણ અને આરોગ્ય પર થતી અસરનો અભ્યાસ કરવા માટે હજી વધુ અભ્યાસની આવશ્યકતા છે. સંશોધનકોના મતે તેમણે આ બાબતે અભ્યાસની શરૂઆત કરી દીધી છે.

ઉત્સર્જન વિશે વિગતે જાણકારી મેળવવા માટે અદ્યતન સંસાધનોનો ઉપયોગ કર્યો હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. આ સેન્સર્સનો પણ ઉપયોગ કર્યો હતો.

(3:44 pm IST)