મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

અમેરિકામાં સૌપ્રથમ શીખ મેયરનો સોગંદવિધી સંપન્‍ન : ન્‍યુજર્સીના હોબોકેન શહેરના મેયર તરીકે શ્રી રવિ ભલ્‍લાએ ૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ સોગંદ લીધા : શહેર ને ‘‘ફેર એન્‍ડ વેલકમીંગ'' બનાવવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો

ન્‍યુજર્સી : અમેરિકામાં સૌપ્રથમ શીખ મેયર બનવાનો વિક્રમ શ્રી રવિ ભલ્લાના ફાળે જાય છે. ૧ જાન્‍યુ.૨૦૧૮ ના રોજ તેમણે ન્‍યુજર્સીના હોબોકેન શહેરના મેયર તરીકે સોગંદ લીધા હતા. તથા સોગંદવિધિ પ્રસંગે તેમણે શહેરને ‘‘ફેર એન્‍ડ વેલકમીંગ'' બનાવવાનો એકઝીકયુટીવ ઓર્ડર બહાર પાડયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(10:40 pm IST)