મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

પાકિસ્‍તાનમાં માત્ર ૨ ટકા વસતિ ધરાવતી હિન્‍દુ લઘુમતિ કોમ ઉપર વધી રહેલા અત્‍યાચારઃ શીખોને ઇસ્‍લામ ધર્મ અંગીકાર માટે મજબુર કરવા, હિન્‍દુ યુવતિઓના અપહરણ, યુવકો સાથે નોકરીમાં ભેદભાવ સહિતની બાબતે ભારત સરકાર ગંભીરઃ વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ પાક સરકાર સમક્ષ રાવ કરશે

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનમાં માત્ર બે ટકા જેટલી વસતિ ધરાવતા હિન્‍દુઓને સતત હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની, હિન્‍દુ યુવતિઓના અપહરણ તથા ફરજીયાત ધર્મપરિવર્તન કરાવવાની, તેમજ શીખોને ઇસ્‍લામ ધર્મ અંગીકાર કરવા મજબુર કરવાની, નોકરીમાં પણ ભેદભાવ રાખવાની, સહિતની બાબતોને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે. જે માટે વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ પાકિસ્‍તાન સરકાર સમક્ષ રાવ કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:37 pm IST)