મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર્ની હિંસાનો ધોરાજીમાં પડઘો?;ભૂખી ચોકડી નજીક એસટી બસમાં આગ લગાડાઇ

અજાણ્યા ટોળાએ પેસેન્જરને નીચે ઉતારી બસમાં આગ ચાંપી :રાજકોટ-પોરબંદર હાઇવે પર ધોરાજી બાયપાસ પાસે ઘટના :રાજકોટ-ઉપલેટા રૂટની એસટીની બસમાં આગ:ડે ,કલેકટર,મામલતદાર,ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડયા ;શહેરમાં શાંતિનો માહોલ ;પોલીસ તંત્ર સતર્ક

રાજકોટ ;ધોરાજી બાયપાસ પાસેની ભૂખી ચોકડી નજીક એસટી બસમાં આગ લગાડાઇ છે અજાણ્યા ટોળાએ એસટીની બસમાં આગ ચાંપી હોવાનું જણાવાઈ છે મળતી વિગત મુજબ રાજકોટ પોરબંદર હાઇવે પર ધોરાજી બાયપાસ પાસેની ભૂખી ચોકડીએ રાજકોટ ઉપલેટા રૂટની બસમાં અજાણ્યા ટોળાએ પેસેન્જરને બહાર કાઢીનેએસટી બસને આગ લગાવી હતી મહારાષ્ટ્ર્ની હિંસાને પગલે ઘટના હોવાનું પ્રાથમિક તારાં બહાર આવ્યું છે બનાવની જાણ થતા ડે ,કલેકટર,મામલતદાર,ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સથળે દોડી ગયા છે

  લખાઈ છે ત્યારે હાઇવે પરના બનાવ બાદ શહેરમાં હાલમાં શાંતિનો માહોલ છે કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ તંત્ર સતર્કઃ બની છે અને અજાણ્યા ટોળાની શોધખોળ હાથ ધરી છે

(9:35 pm IST)