મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્રના તોફાનનો ગુજરાતમાં સંભવિત ચેપ રોકવા સરકાર એલર્ટ

કાયદો વ્યવસ્થા બાબતે તેમજ ટેકાના ભાવ બાબતે કેબીનેટમાં ચર્ચા

ગાંધીનગર, તા. ૩ :. મહારાષ્ટ્રના પૂણેમાં બે જ્ઞાતિઓ વચ્ચે તોફાનો બાદ સર્જાયેલી હિંસાના પગલે ગુજરાતમાં તેની સંભવિત અસર રોકવા માટે આજે કેબીનેટમાં ચર્ચા કરી પૂર્વ સાવચેતીના પગલા લેવા તંત્રને સૂચના અપાયાનું જાણવા મળે છે. ગુજરાતમાં બન્ને જ્ઞાતિઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી કયાંય કાંકરીચાળો ન થાય તે માટે સરકાર એલર્ટ બની છે. ઉપરાંત કેબીનેટમાં મગફળી અને કપાસના ટેકાના ભાવની તેમજ ખરીદીની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી.

(4:04 pm IST)