મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

પોલિટિકલ ફન્ડિંગમાં ભ્રષ્ટાચાર રોકવા આપશે ઇલેકટોરલ બોન્ડ

બ્લેક મનીને ખતમ કરવા માટે નોટબંધી બાદ મોદી સરકારનું બીજુ મહત્વનું પગલું

નવી દિલ્હી, તા. ૩ :  દેશમાં બ્લેક મનીના દૂષણને ખતમ કરવા માટે ર૦૧૬ના નવેમ્બરમાં નોટબંધીનો નિર્ણય લેનારી મોદી સરકારે હવે ચૂંટણી ભંડોળને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે ઇલેકટોરલ બોન્ડનું મહત્વનું કદમ ઉઠાવ્યું છે. રાજકીય પક્ષોને હાલમાં મળતી દાનની  રકમ મોટા ભાગે રોકડમાં હોય છે અને તે કોણે આપી અને કેટલી આપી એની જાણકારી આપવામાં નથી આવતી, પણ હવે આ બોન્ડ દ્વારા એમાં ટ્રાન્સપારન્સી આવશે.

કેટલા રૂપિયાનાં બોન્ડ ?

ઇલેકટોરલ બોન્ડ વિેશ જાણકારી આપતાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભાનું કહ્યું હતું કે આ બોન્ડ ૧૦૦૦, ૧૦,૦૦૦, એક લાખ, ૧૦ લાખ અને એક કરોડ રૂપિયાના મુલ્યમાં એસબીઆઇની સિલેકટ બ્રાન્ચોમાં ઉપલબ્ધ થશે. આ બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓકટોબર મહિનામાં ૧૦ દિવસ માટે ખરીદી શકાશે. સામાન્ય ચૂટણી થવાની હશે એ વર્ષે આ બોન્ડ વધારાના ૩૦ દિવસ સુધી ખરીદી શકાશે. આ બોન્ડ પર દાનદાતાનું નામ નહીં હોય અને એ ઇશ્યુ થયા બાદ ૧પ દિવસમાં માત્ર અધિકૃત બેન્ક -એકાઉન્ટમાં જમા કરાવી શકાશે.

દાનદાતાનું નામ જાહેર થશે ?

ભારતનો કોઇ પણ નાગરિક તેના બેન્ક-એકાઉન્ટમાં ચુકવણી કરીને જ બોન્ડ ખરીદી શકશે બોન્ડ ખરીદનારે એસબીઆઇને કેવાયસીની વિગતો આપવી પડશે. જોકે બોન્ડ પર તેનું નામ નહીં હોય પણ ડોનરે તેની બેલેન્સશીટમાં આ બોન્ડસની વિગતો આપવી પડશે.

કોને દાનમાં બોન્ડ

આપી શકાશે ?

ઇલઢકટ્રોરલ બોન્ડ કોઇ પણ પાર્ટીને અહીં આપી શકાય. ગત ચૂંટણીમાં જે નોંધણીકૃત રાજકીય પક્ષને થયેલા મતદાન પૈકી એક ટકો મત મળ્યું હોય એને જ આ બોન્ડ દાનમાં આપી શકાશે.

(3:52 pm IST)