મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

આપે સંજયસિંહ, એન.ડી.ગુપ્તા અને સુશીલ ગુપ્તાને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યાઃ કુમાર વિશ્વાસની બાદબાકી

રાજ્યસભાની ૩ સીટો માટે નામાંકનની અંતિમ તારીખ ૫ જાન્યુઆરી

નવી દિલ્હી તા. ૩ : આમ આદમી પાર્ટીએ સંજયસિંહ, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન.ડી.ગુપ્તા અને ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા સુશીલ ગુપ્તાને સંસદના ઉચ્ચ ગૃહ રાજ્યસભા માટે ઉમેદવાર બનાવામાં આવ્યા છે. દિલ્હીમાંથી રાજ્યસભાની ૩ સીટો માટે ૫ જાન્યુઆરી અરજીની અંતિમ તારીખ છે. આજે આમ આદમી પક્ષની પોલિટિકલ અફેયર્સ કમિટિની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના નામો માટે ઉમેદવારોની ચર્ચા થઇ. કુલ ૧૮ નામ દાવેદાર હતા. જેમાંથી ૧૧ પર વિસ્તૃત ચર્ચા થઇ. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સીસોદીયા, એ. પીએસની બેઠક બાદ તેની જાહેરાત કરી.

પક્ષે નક્કી કર્યું હતું કે, રાજ્યસભા પક્ષના લોકોની જગ્યાએ તજજ્ઞોને મોકલવા આવશે અને રઘુરામ રાજનથી માંડીને જસ્ટીસ ટી.એસ.ઠાકુર સુધીના અનેક દિગ્ગજ નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો પરંતુ દરેકે પક્ષના નામ સાથે જોડાવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ એન.ડી.ગુપ્તા અને સુશીલ ગુપ્તાનું નામ નક્કી કરાયું

(3:44 pm IST)