મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

હિન્દુ તહેવારો પર બંધ રખાશે મદ્રેસાઓ

મદ્રેસાઓને યોગીનો આદેશઃ અગાઉ રાષ્ટ્રગીત ગાવાનું ફરજીયાત કર્યું હતું

લખનૌ તા. ૩ : ઉત્તર પ્રદેશની મદરેસાઓને લઈે યોગી આદિત્યનાથની સરકારે નવો આદેશ જાહેર કર્યો છે. મંગળવારે યોગી સરકારે આદેશ આપ્યો છે કે, બીજા ધર્મોની તહેવારો પર પણ મદરેસાઓને બંધ રાખવામાં આવે. આ પહેલા યોગી સરકારે મદરેસાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કર્યું હતું, સાથે જ સ્વતંત્રતા દિવસના સમગ્ર કાર્યક્રમોનો વીડિયો રેકોર્ડિંગ પણ કરવાનો આદેશ આપ્યો હતો.

મંગળવારે યોગી સરકાર ઉત્ત્।ર પ્રદેશની મદરેસાઓ માટે રજાઓનુ નવુ કેલેન્ડર લઈને આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, મદરેસાઓના અધિકારમાં રહેનારી રજાઓને ઓછી કરી દેવાઈ છે. આ પહેલા ઉત્તર પ્રદેશની મદરેસા અમમૂન હોલી અને આંબેડકર જયંતીને છોડીને માત્ર મુસ્લિમ તહેવારોમાં જ બંધ રહેતી હતી. રજાના નવા કેલેન્ડરમાં મહાવીર જયંતી, બુદ્ઘ પૂર્ણિમા, રક્ષાબંધન, મહાનવમી, દિવાળી, દશેરા અને ક્રિસમસમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, નવા કેલેન્ડરમાં જયાં ૭ રજાઓ એડ કરાઈ છે, ત્યાં મદરેસાઓના અધિકારમાં રહેનારી ૧૦ રજાઓ, જેને ઈદ-ઉલ-જુહા અને મહોરમ પર આવવામાં આવતી હતી. તેને ઘટાડીને ૪ કરી દેવાઈ છે.

નવા આદેશ મુજબ, આ રજાઓને એકસાથ નહિ લઈ શકાય. પંરતુ જો તેને તહેવારની સાથે લેવામાં આવે છે, તો એકવારમાં એક જ રજા લઈ શકાય છે. ઉત્ત્।ર પ્રદેશની મદરેસાઓએ યોગી સરકારના આ પગલા પર નારાજગી વ્યકત કરી છે. યુપી મદરેસા બોર્ડના રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાએ સરકારના આ પગલા વિશે માહિતી આપતા કહ્યું કે, પહેલા ૧૦ દિવસની રજા મદરેસાઓના અધિકારમાં રહેતી હતી, પરંતુ હવે મહાપુરૂષોના જન્મદિવસ પર પણ રજા જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે, તેઓ મહાપુરૂષો વિશે જાણે.

તેમણે કહ્યું કે, આવું કરવાનો હેતુ મદરેસાને બેઝિક સ્કૂલ એજયુકેશન બરાબર કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય પર ઈસ્લામિક મદરેસા આધુનિકીકરણ શિક્ષણ સંગઠનના અધ્યક્ષ એજાઝ અહેમદે કહ્યું કે, મદરેસાઓના અધિકારમાં રહેતી ૧૦ રજાઓને ઓછું કરવાનું પગલું ખોટું છે. મદરેસા ધાર્મિક સંસ્થા છે, જયાં અલ્પસંખ્યકના અલગ અલગ તહેવારો પર રજા આપવી જરૂરી છે. પહેલા વિવેકાધીન રજાઓનો ઉપયોગ રહેતો હતો. ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથની સરકાર મદરેસાઓના આધુનિકીકરણ માટે પણ પગલા લઈ ચૂકી છે.

(3:34 pm IST)