મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર : બંધની સાથે સાથે

લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલી નડી છે

         પુણે,તા. ૩ : પુણેની હિંસાની આગ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઇ ગઇ છે.પુણેના જાતિય હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધની આજે હાકલ કરવામાં આવી હતી. ટ્રેનો રોકવામાં આવી હતી. થાણેમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આજે બંધના કારણે જનજીવન સંપૂર્ણ પણે ખોરવાઇ ગયુ હતુ. મહારાષ્ટ્રમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. થાણે રેલવે સ્ટેશનમાં આંદોલનકારીઓએ ટ્રેન રોકીને દેખાવો કર્યા હતા.મહારાષ્ટ્ર બંધની સાથે સાથે નચે મુજબ છે.

*     મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હિંસા બાદ ભારિપ બહુજન મહાસંઘ દ્વારા મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવ્યા બાદ સવારમાં વ્યાપક અસર રહી

*     જુદા જુદા વિસ્તારમાં ટ્રેનો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ

*     મહારાષ્ટ્ર બંધને મહારાષ્ટ્ર લોકતાંત્રિક ગઠબંધન ડાબેરી અને અન્યોએ સમર્થન આપ્યુ

*     માર્ગો પર ઓછા વાહનો હોવાના કારણે તમામ લોકોને ભારે તકલીફ પડી

*     લોકો સવારમાં જુદા જુદા વિસ્તારોમાં અટવાઇ પડ્યા

*     થાણેના રેલવે સ્ટેશનમાં આંદોલકારીઓએ ટ્રેનો રોકતા સ્થિતી તંગ બની

*     થાણેમાં ચોથી જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી

*     મહારાષ્ટ્રમાં જાતિય હિંસાને લઇને રાજનીતિ પણ ગરમ થઇ

*     રાહુલ ગાંધીએ સંઘ અને ભાજપ ઉપર પ્રહારો કર્યા

*     પુણેમાં હિંસા ભડક્યા બાદ આજે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસાની આગ ફેલાઈ

*     દલિત અને હિન્દુ સંગઠનો આમને સામને આવ્યા છે

*     સેંકડો લોકોની અટકાયત પણ કરવામાં આવી

*     ચેમ્બુર અને બીજા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી

*     હાર્બર લાઇન પર સીએસએમટી-કુર્લા વચ્ચે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી

*     મુંબઇમાં ચેમ્બુર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી

*     બીબીએમ દ્વારા કરવામાં આવેલા બંધના એલાનને ડાબેરી અને અન્ય પક્ષોએ ટેકો આપ્યો

*     પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ ગામમાં હિંસાને રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેતા બંધની હાકલ કરવામાં આવી

*     કેટલાક રુટ મુંબઈમાં બદલવામાં આવ્યા

*     મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ

*     ૧૩૪થી વધુ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું

*     ચેમ્બુર નાકા પાસે બેસ્ટની બસને સળગાવવામાં આવી

*     મુંબઈ જતી કેટલીક બસોને રોકવામાં આવી

*     મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન પર પ્રતિકુળ અઇસર થઇ

*     મુંબઇમાં લોકપ્રિય ડબ્બાવાળા એસોસિએશને તેન સેવા રદ કરી દીધી

(12:27 pm IST)