મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

'સુપરમૂન'થી શરૂ થઇ નવા વર્ષની શરૂઆત

'સુપરમૂન' ત્યારે જોવા મળે છે જ્યારે ચંદ્ર પોતાની કક્ષામાં ધરતીથી સૌથી નજીક હોય છેઃ આ સમયે ચંદ્ર સૌથી ચમકદાર અને મોટો દેખાય છે

નવી દિલ્હી તા. ૩ : સોમવારે નવા વર્ષની રાત્રે આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. નવા વર્ષની સાંજે આ અનોખી આકાશી ઘટના જોવા મળી હતી. જેમાં 'સુપરમૂન'જોવા મળ્યો હતો. 'સુપરમૂન'ત્યારે જોવા મળે છે જયારે ચંદ્ર પોતાની કક્ષામાં ધરતીથી સૌથી નજીક હોય છે. આ સમયે ચંદ્ર સૌથી ચમકદાર અને મોટો દેખાય છે. ભારતમાં પણ સુપરમૂન ગોવા, ચેન્નાઇ, દિલ્હી વગેરે શહેરમાં જોવા મળ્યો હતો.

'સુપરમૂન'ના સમયે, ચંદ્ર ધરતીથી ૯૦ ટકા જેટલો નજીક હશે. આ અંતર ધરતી અને ચંદ્ર વચ્ચેનું સૌથી ઓછું અંતર છે. આ દરમિયાન દુનિયાભરના લોકોને ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ ચમકદાર દેખાય છે. આ કારણે તેને સુપરમૂન કહેવાય છે.નાસાના જણાવ્યાનુસાર 'સુપરમૂન' નામ ૧૯૭૯માં એક એસ્ટ્રોલોજરે આપ્યું હતું. જેથી સમગ્ર ઘટનાથી જાણી શકાય કે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક છે. સુપરમૂનનો કોઇ જ પડછાયો પડતો નથી. હવે પછીની આકાશી ઘટના ૩૧ જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ જોવા મળશે.નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬માં ચંદ્ર ધરતીની સૌથી નજીકથી પસાર થયો હતો, આવું ૧૯૪૮ બાદ કયારેય નહોતું થયું. હવે બીજીવાર ચંદ્ર ધરતીની સૌથી નજીક ૨૫ નવેમ્બર, ૨૦૩૪ પહેલા કયારેય નહીં જોવા મળે.(૨૧.૯)

(11:24 am IST)