મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

શિકાગોમાં બોમાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્‍થાના સ્‍વામીનારાયણ મંદિરમાં હેલ્‍થફેરનું કરવામાં આવેલુ આયોજનઃ ૫૬૦ જેટલા સ્‍વામીનારાયણના હરિભક્‍તોએ આ વાર્ષિક હેલ્‍થફેરનો લાભ લીધોઃ ભીન્‍ન ભીન્‍ન ક્ષેત્રના ૮૦ જેટલા ડોકટરો તેમજ સ્‍વયંસેવકોએ હેલ્‍થફેરમાં આપેલી સેવાઓઃ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોથી ત્રીસેક માઇલ દુર પશ્‍ચિમના પરા વિસ્‍તાર બાર્ટલેટ ટાઉનમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્‍થાનું એક ભવ્‍ય કલાત્‍મક સ્‍વામિનારાયણનું મંદિર આવેલ છે અને તેના સંચાલકો દ્વારા તાજેતરમાં પોતાના હરિભક્‍તો તેમજ શુભેચ્‍છકોના હિતાર્થે એક વિનામુલ્‍ય હેલ્‍થફેરનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને તેમાં ૫૬૦ જેટલા હરિભક્‍તો તેમજ શુભેચ્‍છકોએ તેનો લાભ લીધો હતો.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ભારતીય સમાજના રહીશો કે જેથી પાસે તબીબી સારવાર કરાવવા માટે અત્રે કોઇપણ પ્રકારના હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ નથી તેવા લોકોને જરૂરી તબીબી સારવાર મળી રહે તેમજ તેઓને તે અંગેનું જરૂરી માર્ગ દર્શન પ્રાપ્ત થાય તે માટે પ્રતિ વર્ષે હેલ્‍થફેરનું આ સંસ્‍થા દ્વારા આ યોજન કરવામાં આવે છે અને તેમાં ભારતીય સમાજના ભીન્‍ન ભીન્‍ન પ્રકારના બહોળો અનુભવ ધરાવતા ડોકટરો પોતાની સેવાઓ આપે છે

સ્‍વામીનારાયણ સંસ્‍થા દ્વારા યોજવામાં આવેલ હેલ્‍થફેરમાં જે સેવાઓ આપવામાં આવેલ તેમાં ૫૬૦ જેટલી વ્‍યક્‍તિઓને ઇન્‍ટનલ મેડીસીન તેમજ ફેમીલી પ્રેકટીસ ૧૦૦ જેટલી વ્‍યક્‍તીઓની કાર્ડીઓલોજી, ૭૫ જેટલા દર્દીઓને ઓપ્‍થો પેડીકસ તેમજ પોડીઆટ્રી, ૧૦ જેટલા દર્દીઓને નેપથોલોજી, ૩૫૦ જેટલા દર્દીઓને ઓપથેમોલોજી, ૭૦ જેટલા દર્દીઓને દાંતની સારવાર, ૫૦ જેટલા દર્દીઓને ફીઝીકલ થેરાપી તેમજ ૭૫ જેટલા દર્દીઓને ન્‍યુટ્રીટીઅન તેમજ ડાયેટીસીયનની સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

આ હેલ્‍થફેરમાં લેબોરેટરી તેમજ ભીન્‍ન ભીન્‍ન પ્રકારના સ્‍ક્રીમીંગ ટેસ્‍ટોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું અને ડો હીરાલાલ મહેશ્વરીએ ડાયાબીટીસને સ્‍પર્શનું પ્રવહન પણ આપ્‍યુ જેનો લાભ ઘણા બધા દર્દીઓએ લીધો હતો. હેલ્‍થફેરને સફળ બનાવવા માટે સ્‍વયંસેવકોએ અથણ પરિશ્રમ કર્યો હતો જે આવકારને પાત્ર છે   

(9:16 pm IST)