મુખ્ય સમાચાર
News of Sunday, 3rd December 2023

તેલંગાણામાં કોંગ્રેસની નિશ્ચિત જીતના એંધાણઃ ચૂંટાયેલા નેતાઓની મીટિંગની તૈયારી

સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના પોસ્ટરો પર દૂધ રેડીને ઉજવણી કરી રહ્યા છે.

નવી દિલ્‍હીઃ આજે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. જેમાં તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે તેલંગાણાના કાર્યકર્તાઓ હૈદરાબાદમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને તો કેટલાક કાર્યકર્તાઓ મીઠાઈ વહેચીને ઉજવણી કરી રહ્યા છે.
ત્યારે એક બાજુ કેટલાક કાર્યકર્તાઓ તો કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના પોસ્ટરો પર દૂધ રેડીને ઉજવણી કરી રહ્યા છે.

(1:22 pm IST)