મુખ્ય સમાચાર
News of Saturday, 3rd December 2022

નિઃસંતાન દંપત્તિએ ૭૦ વર્ષની ઉંમરે જોડિયા બાળકને જન્‍મ આપી સંતાન સુખની પ્રાપ્‍તિ કરીઃ લાખો દંપત્તિઓને નવી આશા બંધાઈ

કોલકતા,તા. ૩ : પヘમિ બંગાળના ઉત્તર ૨૪ પગરણામાં રહેતા દત્તા ફેમિલીનું એકનું એક સંતાન અનિન્‍દ્ય દત્તાનું ટ્રેન અકસ્‍માતમાં મોત થઈ જતાં દત્તા ફેમિલી ભાવનાત્‍મક રીતે ભાંગી પડ્‍યું હતું. એકલતા અને પુત્રને ગુમાવાનું દુઃખ જેમ તેમ સહન કરી જિંદગી આગળ ધપાવી. સમય જતાં હવે આ વૃદ્ધ દંપત્તિ જોડિયા બાળકોના માતાપિતા બન્‍યા છે.

આ જોડિયા બાળકોના પિતા તપન દત્તા ૭૦ વર્ષના છે અને માતા રૂપા દત્તા હાલમાં ૫૪ વર્ષના છે. અકસ્‍માતમાં તેમના એકના એક દીકરાનું મૃત્‍યુ થયું આ પછી દંપતીએ ફરીથી સંતાનને જન્‍મ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ ઉંમરને કારણે કેટલીક શારીરિક મુશ્‍કેલીઓ તેમને આવી રહી હતી.

જો કે, બાદમાં દત્તા ફેમિલીએ અલગ અલગ રીતે ઘણા ડોક્‍ટરોનો કોન્‍ટેક્‍ટ કર્યો . જેમાંથી તેમને હાવડાના બલી વિસ્‍તારના એક ડોક્‍ટરનો સંપર્ક કરો અને પછી ડોક્‍ટરની સલાહ મુજબ સારવાર શરૂ થઈ ગઈ. આ વૃદ્ધ દંપતીને અહીંથી એક મોટી આશા બંધાઈ. આખરે ગર્ભધારણ કર્યા પછી ૫૪ વર્ષીય ગર્ભવતી રૂપા દત્તાને ઘણી શારીરિક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો.

સ્‍થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પ્રસૂતિનો સમય નજીક આવતાં પણ ડોક્‍ટર પીછેહઠ કરી ગયા હતા. તેમણે એ પણ જણાવ્‍યું કે, તેઓ આ મામલે જોખમ ન લઈ શકે. ગભરાયેલા દંપતીએ આખરે કોલકાતાના એક ખાનગી નર્સિંગ હોમનો સંપર્ક કર્યો. ત્‍યાં ડોક્‍ટરોની મદદથી વૃદ્ધ દંપતીએ એક છોકરા અને એક છોકરીને જન્‍મ આપ્‍યો.

આ મહિલાએ આ વર્ષે ઓક્‍ટોબરમાં બાળકને જન્‍મ આપ્‍યો હતો, માતા અને બાળકોને તેમની શારીરિક સ્‍થિતિ પર નજર રાખવા માટે થોડો સમય હોસ્‍પિટલમાં રહેવું પડ્‍યું હતું. આખરે આ દિવસે પિતા અને માતા જોડિયા બાળકોને લઈને તેમના ઘરે અશોકનગર કાકપુલ નયા સમાજ રાજી થતાં આવ્‍યા હતા.

પાડોશીઓ તેમજ પરિવારના અન્‍ય સભ્‍યોએ તેમના માતા-પિતા સાથે જોડિયા બાળકોને આવકારવા માટે ફૂલોથી ઘરનું આંગણુ સજાવી રાખ્‍યું હતું શંખનાદ કરી તેમનું સ્‍વાગત કર્યું હતું. આ ઘટના પરથી દત્તા દંપતીએ એક દાખલો બેસાડ્‍યો છે કે, ભવિષ્‍યમાં નિઃસંતાન કપલને પણ આશા બંધાશે અને સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકશે.

(12:08 pm IST)