News of Friday, 3rd December 2021
એરટેલ બાદ જીયોએ પણ આપ્યો આંચકોઃ અનેક પ્રિપેઇડ પ્લાન્સ કર્યા બંધ
નવી દિલ્હીઃ એરટેલ બાદ જીયોએ પણ પોતાના અનેક પ્રિપેઇડ પ્લાન બંધ કરી દીધા છેઃ કંપનીએ ૩ જીબી ડેટાવાળા પ્લાનને પણ બંધ કરી દીધા છેઃ જીયોએ ૪૯૯ રૂ., ૬૬૬ રૂ. અને ૮૮૮ રૂ.વાળા પ્લાન બંધ કરી દીધા છેઃ ૪૯૯માં ૩ જીબી અને ૨૮ દિવસ મળતા હતાઃ આ સિવાય ૨ જીબી ડેઇલી ડેટા સાથે આવતા ૬૬૬ અને ૮૮૮ રૂ.વાળા પ્લાન પણ બંધ કરી દીધા છેઃ ૬૬૬ રૂ.વાળા પ્લાનની વેલિડીટી ૫૬ દિવસ હતી અને ૮૮૮ રૂ.વાળા પ્લાનની વેલિડીટી ૮૪ દિવસની હતી
(4:34 pm IST)