મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ સહિત 27 ખેલાડીઓ ખેડુતોનાં સમર્થનમાં: શનિવારે એવોર્ડ પરત કરશે

બે વિરોધી શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસ ખેડુતોનાં મુદ્દે એકબીજાની સાથે છે

નવી દિલ્હી : પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓએ કિસાનોના સમર્થનમાં પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. પરગટ સિંહ સહિત તમામ ખેલાડી 5 ડિસેમ્બરે એવોર્ડ પરત કરશે. પરગટ સિંહ જાલંધર કેન્ટથી ધારાસભ્ય છે.

આ પહેલા શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલએ આંદોલનકારી ખેડુતોનાં સમર્થનમાં પદ્મ વિભૂષણ પરત આપવાની જાહેરાત કરી હતી. હરસિમરત કૌર પહેલા જ કૃષિ કાયદાના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટિક)ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ પણ પદ્મ ભૂષણ સન્માન પરત કરી દીધું છે.

, બે સૌથી જુના સહયોગી એટલે કે બિજેપી અને એસએડી આજે ખેડુતોનાં મુદ્દે એકબીજાની સામ-સામે ઉભા છે, અને બે વિરોધી એટલે કે એસએડી અને કોંગ્રેસ ખેડુતોનાં મુદ્દે એકબીજાની સાથે છે.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી મોદીને મળવાનો સમય માગ્યો છે. બીજીતરફ એનડીએના સાથી રહેલા શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માનને પરત કરી દીધું છે.

એસએડીનાં અગ્રણી નેતા પ્રકાશસિંહ બાદલે પોતાનું સન્માન પાછું સોંપી દેવા માટે ચિઠ્ઠી લખી છે, તેમાં તેમણે લખ્યું છે કે હું એટલો ગરીબ છું કે ખેડુતો માટે કુરબાન કરવા મારી પાસે કાંઇ નથી, આજે હું જે પણ છું તે ખેડુતોનાં કારણે છું, આવી સ્થિતીમાં જો ખેડુતોનું અપમાન થઇ રહ્યું છે, તે જોતા કોઇ પણ પ્રકારનો પુરષ્કાર રાખવાનો કોઇ ફાયદો નથી.

ખેડુત આંદોલનને પંજાબની રાજનીતીમાં હોબાળો મચાવી દીધો છે, ગુરૂવારે પંજાબનાં મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહએ ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી, સીએમ અમરિંદર સિંહે અમિત શાહ સાથે મુલાકાત કર્યા એક મોટી વાત કહીં, કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે આ આંદોલનની રાષ્ટ્રિય સુરક્ષા પર પણ પડી શકે છે, કિસાન આંદોલનની પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. કિસાન આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહમંત્રી સામે રાખી છે.

(9:11 pm IST)