મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ખેડૂતોના મુદ્દે કંગના રનૌત અને દિલજીત વચ્ચે ટ્વીટર જંગ ખેલાયો : તમામ મર્યાદા ઓળંગી…

કંગનાએ દિલજીત દોસાંઝને કરણ જોહરનો પાલતૂ કહ્યો : જુઓ ટ્વીટ્સ

મુંબઈ : ખેડૂત આંદોલનને લઇ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત સતત પોતાનો મત વ્યક્ત કરી રહી છે. પરંતુ આ મુદ્દે તેની અનેક કલાકારો સાથે રકઝક પણ થઇ રહી છે. હવે ખેડૂતોના મુદ્દે કંગના રનૌત અને પંજાબી એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝ  વચ્ચે ટ્વિટર પર કોલ્ડ વોર છેડાયું છે. બંને કલાકાર એક બીજાને ઘણું બધુ કહી રહ્યા છે. હકીકતમાં કંગના એ તાજેતરમાં જ ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ મહિલાને લઇને ટ્વીટ કરી, જેના પર દિલજીત દોસાંઝે  તેને કહ્યું કે આટલું બધુ આંધણુ ના થવું જોઇએ.

દિલજીત દોસાંઝની આ ટ્વીટ પર કંગના રનૌત ખરાબ રીતે ભડકી ગઇ અને તેણે ટ્વીટ કરી કે એ કરણ જોહરનો પાલતુ, જે દાદી શાહીન બાગમાં પોતાની નાગરિકતા માટે પ્રદર્શન કરી રહી હતી, એ જ બિલકિસ બાનો દાદીજી ખેડૂતોના એમએસપી માટે પ્રદર્શન કરતી દેખાઇ છે. મહિન્દર કૌરજીને તો હું ઓળખતી પણ નથી. તમે લોકો શું નાટક ચલાવી રહ્યા છો? તેને તરત ખતમ કરો. કંગનાએ આમ દિલજીત દોસાંઝને કરણ જોહરનો પાલતૂ કહ્યું

દિલજીત દોસાંઝે તેના જવાબમાં લખ્યું છે કે તે જેટલા લોકો સાથે ફિલ્મ કરી છે, તુ એ બધાની પાલતૂ છે? તો પછી લિસ્ટ લાંબી થઇ જશે માલિકોની…? આ બોલીવુડવાળા નથી પંજાબવાળા છે… જૂઠ કહી લોકોને ભડકાવવા અને ઇમોશન સાથે રમવાનું તુ સારી રીતે જાણે છે…

આ બંને વચ્ચે ટ્વીટ પર કોલ્ડ વોર ચાલુ છે અને બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. બંનેની ટ્વીટ રિટ્વીટ પણ થઇ રહી છે.

(7:18 pm IST)