મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

વેપાર ખાદ્યના મોરચે 21.93 ટકાનો ઘટાડોઃ આયાત ઘટતા નોન પેટ્રોલિયમ નિકાસ દરમાં 0.03 ટકા નકારાત્‍મક વૃદ્ધિદર જોવા મળ્‍યો

નવી દિલ્હીઃ નવેમ્બરમાં ભારતની વેપારખાધ ઘટીને 9.96 અબજ ડોલર થઈ છે, એમ બુધવારે જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં જણાવાયું હતું.આના પરિણામે નવેમ્બર 2020માં ભારતની વેપાર ખાધ 9.96 અબજ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 12.75 અબજ ડોલર હતી. આમ વેપારખાધના મોરચે 21.93 ટકાનો ઘટાડો થયો હતો.

તેની સાથે ભારતની નિકાસ 9 ટકા ઘટીને નવેમ્બર 2020ના અંતે 23.43 અબજ હતી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ અને કેમિકલ્સ જેવા સેગમેન્ટની નિકાસમાં ઘટાડો થયો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ નવેમ્બર 2020ના અંતે 23.43 અબજ ડોલર હતી, જે નવેમ્બર 2019માં 25.77 અબજ ડોલર થઈ હતી. આમ તેમા એપ્રિલથી નવેમ્બર 2020-21 દરમિયાન 9.07 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. એપ્રિલથી નવેમ્બર 2020-21 દરમિયાન નિકાસ ઘટીને 173.49 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 211.17 અબજ ડોલર હતી. આમ તેમાં વાર્ષિક ધોરણે 17.84 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.

નવેમ્બર 2020માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ 33.39 અબજ ડોલર થઈ હતી, જે નવેમ્બર 2019ના અંતે 38.52 અબજ ડોલર હતી. આમ તેમા 13.33 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2020-21માં આયાત 215.67 અબજ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 324.59 અબજ ડોલર હતી. આમ આયાતમાં 33.56 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જે સારી બાબત છે.

નવેમ્બર 2020ના અંતે નોન-પેટ્રોલિયમ નિકાસ 21.95 અબજ ડોલર હતી. આમ તેમા નવેમ્બર 2019ની તુલનાએ 0.03 ટકા નકારાત્મક વૃદ્ધિદર જોવા મળ્યો છે. નોન-પેટ્રોલિયમ અને નોન-જેમ્સ અને જ્વેલરી નિકાસનું મૂલ્ય નવેમ્બર 2020ના અંતે 19.26 અબજ ડોલર હતી, જે નવેમ્બર 2019માં 19.37 અબજ ડોલર હતું. આમ તેણે 0.59 ટકાનો નકારાત્મક વૃદ્ધિદર દર્શાવ્યો હતો.

નોન જેમ્સ અને જવેલરી નિકાસનું એપ્રિલથી નવેમ્બર 2020-21નું ક્યુમ્યુલેટિવ મૂલ્ય 144.04 અબજ ડોલર હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 157.09 અબજ હતુ. આમ તેમાં 8.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

 નવેમ્બર 2020માં ઓઇલની આયાત 6.27 અબજ હતી, જે નવેમ્બર 2019ના અંતે 11.07 અબજ હતી. આમ તેમા 43.36 ટકાનો ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી નવેમ્બર 2020-21 દરમિયાન ઓઇલ આયાત 44.10 અબજ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 85.99 અબજ ડોલર હતી.આમ તેમા 48.71 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નવેમ્બર 2020ના અંતે નોન-ઓઇલ આયાત 27.12 અબજ ડોલર હતી, જે નવેમ્બર 2019ના અંતે 27.45 અબજ ડોલર હતી. આમ તેમા 1.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી નવેમ્બર 2020-21 દરમિયાન નોન-ઓઇલ આયાત 171.57 અબજ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 238.60 અબજ ડોલર હતી. આમ તેમા ગયા વર્ષના સમાન સમયગાળામાં 28.09 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(4:24 pm IST)