મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

મસાલા કિંગથી મશહુર ધર્મપાલ ગુલાટી 1947માં ભાગલા સમયે પાકિસ્‍તાથી ભારત આવ્‍યા હતાઃ ઘોડાગાડી પણ ચલાવીને ગુજરાન ચલાવ્‍યુ હતુ

નવી દિલ્હી: મસાલા કંપની મહાશિયા ધ હટ્ટી (MDH)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી નું ગુરૂવારે 98 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. થોડા સ્માયથી દિલ્હીના માતા ચંદન દેવી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોરોનાથી સાજા થયા બાદ ગુરૂવારે સવારે હાર્ટ એટેક બાદ તેમનું નિધન થયું. મસાલા કિંગથી મશહૂર ધર્મપાલ ગુલાટી વર્ષ 1947માં ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. ભારત આવ્યા પછી તેમણે ઘોડાગાડી ચલાવી અને પછી મસાલાનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેમનો અરબોનો બિઝનેસ છે. 

એમમડીએચ મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનો  જન્મ 27 માર્ચ 1927ના રોજ સિયાલકોટમાં થયો હતો. 1933માં તેમણે પાંચમા ધોરણનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 1937માં મહાશયજીના પિતાની મદદથી કાચનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો. ત્યારબાદ સાબુ અને બીજા અન્ય બિઝનેસ કર્યા પરંતુ તેમનું મન લાગ્યું નહી. પછી તેમણે મસાલાનો બિઝનેસ શરૂ કર્યો, જે તેમનો વારસાગત બિઝનેસ હતો.

વર્ષ 1947માં ભાગલાના સમયે મહાશય ધર્મપપાલ ગુલાટી ભારત આવ્યા અને અમૃતસરના એક શરણાર્થી શિબિરમાં રહ્યા. તેના થોડા સમય પછી દિલ્હી આવી ગયા.

ભારતના ભાગલા વખતે 27 સપ્ટેમ્બર 1947માં મહાશયજી ભારત આવ્યા. તેમના ખિસામાં ફક્ત 1500 રૂપિયા હતા. તેમણે 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી અને ચલાવવા લાગ્યા. તે બે આના પ્રતિ સવારી લેતા હતા.

ગરીબીથી કંટાળીને ધર્મપાલ ગુલાટીએ પોતાની ઘોડાગાડી વેચી અને મસાલાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો, જે તેમનો વારસાગત બિઝનેસ હતો. 1953માં ચાંદની ચોકમાં એક નાનકડી દુકાન ભાડે લીધે અને મહાશિયા ધ હટ્ટી (MDH) નામની દુકાન ખોલી.

મહાશય ધર્મપાલના પરિવારે નાની પૂંજીથી વેપાર શરૂ કરી દીધો હતો પરંતુ, વેપારમાં બરકતના લીધે તે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક દુકાન ખરીદતા ગયા. પરિવારે પાઇ-પાઇ એકઠી કરીને ધંધાને આગળ વધાર્યો અને મિર્ચ મસાલાનું વેચાણ વધુ થવા લાગ્યું તો તેમનું દળવાનું કામ ઘરના બદલે હવે પહાડગંજની મસાલા ચક્કીમાં થવા લાગ્યું.

92 વર્ષના ધર્મપાલ મસાલોની દુનિયામાં બેમિસાલ છે. તેમની કંપની વાર્ષિક અરબો રૂપિયાનો બિઝનેસ કરે છે. પરંતુ એક ઘોડાગાડીવાળાથી અરબપતિ બનવાની તેમની અદભૂત સફળતા 60 વર્ષોની આકરી મહેનત અને ધગશનું પરિણામ છે. પૈસાના ઢગલા પર બેસીને ક્યારેય પણ મહાશય ધર્મપાલ ઇમાનદારી, મહેનત અને અનુશાસનનો જૂનો પાઠ ભૂલ્યા ન હતા. એટલા માટે આજે તેમના મસાલા દુનિયાના 100થી વધુ દેશોમાં ઉપયોગ કરવામાં આવે છે અને અને તેના માટે તેમણે દેશ અને વિદેશમાં મસાલા ફેક્ટરીઓનો એક મોટું સામ્રાજ્ય ઉભુ કરી દીધું છે.

સિયાલકોટના દિવસોથી મસાલાની શુદ્ધતા ગુલાટી પરિવારના ધંધાનો પાયો હતો. તેના લીધે જ ધર્મપાલે મસાલા જાતે દળવાનો નિર્ણય કરી લીધો. પરંતુ આ કામ એટલું આસાન ન હતું. તે પણ તે દિવસોમાં જ્યારે બેંકમાંથી લોન લેવાનો રિવાજ ન હતો. પરંતુ મહાશય ધર્મપાલની આ મુશ્કેલી જ તેમની સફળતાનું કારણ બની ગઇ. ગુલાટી પરિવારે 1959માં દિલ્હીના કીર્તિ નગરમાં મસાલા તૈયાર અક્રવાની પોતાની પ્રથમ ફેક્ટરી લગાવી હતી. 93 વર્ષના લાંબા સફર બાદ સિયાલકોટની મહાશિયા દી હટ્ટી આજે દુનિયાભરમાં એમડીએચના રૂપમાં મસાલાની બ્રાંડ બની ચૂકી છે.

દુબઇમાં ફેક્ટરી, લંડન, શારજહાં, યૂએસમાં ઓફિસ છે. MDHના આખી દુનિયામાં ડિસ્ટ્રીબ્યૂટર છે. આ ઉપરાંત ગલ્ફ દેશોમાં પણ તમને એમડીચના મસાલા મળશે. ઓસ્ટ્રેલિયા જાવ, સાઉથ આફ્રીકા જાવ, ન્યૂઝિલેંડ જાવ, હોંગકોંગ સિંગાપુર, ચીન અને જાપાનમાં પણ એમડીએચ છે. 40 સુપર સ્ટોક છે અને ભારતમાં 1000 ડિસ્ટ્રીબ્યૂટર છે. દર મહિને છ લાખ આઉટલેટ્સને કેટર કરે છે.

વેપાર અને ઉદ્યોગ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સારું યોગદાન આપવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટી પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.

(4:20 pm IST)