મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

મંગળ ગ્રહ પર પાણીમાંથી ઇંધણ હવે બનાવી શકાશે

અમેરીકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટીમેં પાણીથી ઓક્સીજન અને હાઈડ્રોજન ઈધણ પ્રાપ્ત કરવાની રીત શોધી

નવી દિલ્હી : મંગળ ગ્રહ પર ઉપસ્થિત ખારા પાણીમાંથી ઇંધણ હવે બનાવી શકાશે. અમેરીકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટીમેં પાણીથી ઓક્સીજન અને હાઈડ્રોજન ઈધણ પ્રાપ્ત કરવાની ટેકનીકની શોધ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે મંગળ ગ્રહ પર તાપમાન ઘણું ઓછું છે અને છતાં ત્યાં પાણી જામી નથી જતું અને એજ આધાર પર ટીમ દ્વારા એ નિષ્કર્ષ પર પોહ્ચવામાં આવ્યું કે પાણીમાં મીઠાનું પ્રમાણ ખુબ વધારે છે.

   અમેરિકા સ્થિત વોશિંગન્ટન વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર વિજય રમાનીએ રિસર્ચરોની ટીમને લીડ કરી હતી અને તેમણે મંગળ ગ્રહની પરિસ્થિતિ પ્રમાણે શૂન્યથી 36 ડીગ્રી નીચે તાપમાનમાં પરીક્ષણ કર્યા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વીજળીની મદદથી પાણીમાં રહેલ સંયોજનને ઓક્સીજન અને હાઈડ્રોજન ઇંધણમાં ફેરવવા માટે પેહલા પાણીમાં એનામાં ભળેલા મીઠાને અલગ કરવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં તે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા થવા સાથે મંગળ ગ્રહના વાતાવરણનાં હિસાબથી ખતરનાક પણ હશે.

  પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે મંગળ ગ્રહની સ્થિતિમાં પાણીને બે દ્રવ્યમાં વેહંચી નખાય તેવું ઇલેક્ટ્રોલાઈઝર, મંગળ ગ્રહ અને આગળના મિશનની રણનીતિક ગણનાને એકદમ બદલી નાખશે. આ પ્રયોગ સમાનરૂપથી પૃથ્વી પર પણ ઉપયોગી સાબિત થશે કે જ્યાં સમુદ્ર ઓક્સીજન અને હાઈડ્રોજનનો સ્ત્રોત છે.

(1:12 pm IST)