મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

કોરોના અને ટ્રેડ વોર છતાં ભારત પાસેથી ચોખા ખરીદવા મજબૂર છે ચીન

૨/૩ ચીની પ્રજાનો મુખ્ય ખોરાક છે ચોખા

નવી દિલ્હી,તા. ૩: ૩૦ વર્ષમાં પહેલી વાર ચીન ભારત પાસેથી ચોખા ખરીદવા મજબૂર બન્યું છે. કેમ કે ચીનની બે તૃત્યાંશ પ્રજાનો મુખ્ય ખોરાક ચોખ્ખા છે અને ચીન પાસે તે પુરતા પ્રમાણમાં નથી.

થોડા મહીના પહેલા એવા રીપોર્ટ આવ્યા હતા કે ચીનમાં ફુડ ક્રાઇસીસ આવી શકે છે. કોરોના વાયરસ, પુર, મહામારી, લોકડાઉન, અને ટ્રેડ વોરના કારણે શોર્ટેજની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઝી જીપનીંગે અન્નનો બગાડ રોકવા માટે એક લોક અભિયાન પણ શરૂ કર્યું હતું.

સરહદ પરથી પરિસ્થિતી જેમની તેમ હોવા છતાં પણ હવે ચીન ભારત પાસેથી ચોખા ખરીદવા મજબૂર બન્યું છે. ચીન મુખ્યત્વે ચોખા થાઇલેન્ડ, મ્યાંમાર અને વિયેટનામથી આવે છે પણ આ વખતે ત્યાંથી સપ્લાય ઘટ્યો હોવાથી ચીનને ભારતમાંથી ચોખા આયાત કરવાની જરૂર પડી છે.

ભારતીય વેપારીઓએ ૧ લાખ ટન તુટેલા ચોખા ૩૦૦ ડોલર પ્રતિ ટનના ભાવે આપવાનો કોન્ટ્રાકટ કર્યો છે. થાઇલેન્ડ, વીયેટનામ, મ્યાંમાર અને પાકિસ્તાન ચીનના મુખ્ય સપ્લાયર છે પણ આ વખતે તેઓ ચીનની જરૂરિયાત જેટલા ચોખા આપી શકે તેમ નથી અને તે ઉપરાંત તેઓએ ભારત કરતા ઓછામાં ઓછા ૩૦ ડોલર પ્રતિ ટન વધારે ભાવ માંગ્યો છે.

ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે જ્યારે ચીન ચોખાનો સૌથી મોટો આયાતકાર દેશ છે.

(12:45 pm IST)