મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

કોરોના વેકસીન ઉપર વિશ્વભરમાં ઓનલાઇન અથવા ફિઝિકલ હુમલો થવાનો મોટો ભય: ઇન્ટરપોલની ચેતવણી

કોવિડ વેક્સિન ઉપર વિશ્વભરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક દ્વારા હુમલો થશે તેવી ઈન્ટરપોલે આપેલી ચેતવણીથી ખળભળાટ મચી ગયો છે. ઇન્ટરપોલે તેના 194 સભ્ય દેશોને ચેતવણી આપી છે કે વિશ્વભરમાં કાર્યરત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક પૂરી તૈયારી કરી રહ્યું છે અને કોવિડ વેકસીનને, ઓનલાઇન અથવા ફિઝિકલી, ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. તે માટે તમામ સભ્ય દેશોએ સતર્ક રહેવું.

(11:47 am IST)