મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

સરકારે તાત્કાલિક દૂર કરવાનો આપ્યો આદેશ

વિકિપીડિયાએ જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો બતાવ્યો

નવી દિલ્હી તા. ૩ : ભારત સરકારે ઓનલાઇન માહિતી વેબસાઇટ વિકિપીડિયા પર ટીકા કરી છે. ભારત સરકારે વિકિપીડિયાને તેમના પ્લેટફોર્મ પરથી તે લિંકને દૂર કરવાનો આદેશ આપ્યો છે જે જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો બતાવે છે. આ આદેશ ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જાહેર કર્યો છે.

ભારત સરકારના ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇન્ફર્મેશન ટેકનોલજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૯ એ હેઠળ એક આદેશ જાહેરી કર્યો છે, જેમાં વિકિપીડિયાને તેના પ્લેટફોર્મ પરથી તે લિન્કને હટાવવા નિર્દેશ આપ્યો છે. જેમાં જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો બતાવે છે.

ખરેખર, આ પહેલીવાર નથી જયારે ભારત સરકારે કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર ભારતનો ખોટો નકશો બતાવવા બદલ કડકતા દર્શાવી છે. અગાઉ લદ્દાખને ચીનના ભાગ તરીકે બતાવતા નકશા પર ટ્વીટરે સંસદીય પેનલ સામે લેખિતમાં માફી માંગી હતી.જો નોટિસ આપ્યા પછી પણ વિકિપીડિયામાં સુધારો ન કરે, તો સંભવિત વિકલ્પોમાં ભારતમાં વિકિપીડિયાના એકસેસ પર પ્રતિબંધ મૂકવા આઇટી એકટની કલમ ૬૯ એ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ હેઠળ સરકાર એફઆઈઆર નોંધાવી શકે છે. જેમાં છ મહિના સુધીની કેદની જોગવાઈ છે.

(11:26 am IST)