મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ફીલીપીન્સમાં સામે આવ્યો અજબગજબનો મામલો

છોકરીએ આપ્યો ઓનલાઈન ઓર્ડરઃ ૪૨ ડીલીવરી બોય ખાવાનું લઈને પહોંચ્યા

નવી દિલ્હી, તા. ૩ :. ફીલીપીન્સમાંથી એક એવો રસપ્રદ મામલો સામે આવ્યો છે જ્યાં એક છોકરીએ ઓનલાઈન ફુડ ઓર્ડર આપ્યો અને તેના ઓર્ડરને લઈને અલગ અલગ ૪૨ ડિલીવરી બોય એ છોકરી પાસે પહોંચી ગયા. એ છોકરીને ખબર જ ન પડી કે આવુ કઈ રીતે થયું ?

સન સ્ટાર ડોટ કોમના એક રીપોર્ટ અનુસાર ફીલીપીન્સની સેબુ સીટીમા એક સ્કૂલમાં ભણતી એક છોકરીએ એક ફુડ એપથી લંચ માટે ખાવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર બાદ તે પોતાની દાદી સાથે ખાવાની રાહ જોઈને બેઠી હતી. પછી જે બન્યુ તે આશ્ચર્યજનક હતું. થોડીવાર પછી એ છોકરીની શેરીમાં ડીલીવરી બોય ખાવાનું લઈને પહોંચવા લાગ્યા. જોતજોતામાં ૪૨ ડીલીવરી બોય ત્યાં એકઠા થઈ ગયા. કોઈને કશુ સમજાણુ નહી.  ફુડ એપમાં ટેકનીકલ ખામીને કારણે એકને બદલે ૪૨ ડીલીવરી બોય ખાવાનુ લઈને પહોંચ્યા. એપ બરોબર કામ કરતી નહોતી જેને કારણે છોકરીએ આપેલો ઓર્ડર ૪૨ ડીલીવરી બોય લઈને પહોંચ્યા હતા.

(10:53 am IST)