મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

આજે ફરી પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો

પેટ્રોલ - ડિઝલના ભાવ ૨૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા

નવી દિલ્હી તા. ૩ : સ્થાનિક બજારની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં ૧૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો પેટ્રોલ ૮૨.૬૬ રૂપિયા પર તો ડીઝલ ૭૨.૮૪ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમો દેશમાં ૨૫ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. જો મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં ભાવ સૌથી વધુ છે. મધ્ય પ્રદેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૦.૪૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૦.૫૯ રૂપિયા થઈ ગયો છે.

દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૬૬ રૂપિયા અને ડીઝલ ૭૨.૮૪ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ૮૯.૩૩ રૂપિયા અને ડીઝલ ૭૯.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ ૮૪.૧૮ રૂપિયા અને ડીઝલ ૭૬.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઇમાં પેટ્રોલ ૮૫.૫૯ રૂપિયા અને ડીઝલ ૭૮.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(10:51 am IST)