મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

બર્ગર કિંગનો ૮૧૦ કરોડનો રૂપિયાનો આઈપીઓ આવ્યો

કોરોના કાળમાં રોકાણકારો માટે કમાણીની તક : ૫૯-૬૦ની પ્રાઈસબેન્ડ ધરાવતા છ કરોડ શેર્સનો IPO

નવી દિલ્હી, તા. : રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇન્ટરનેશનલ ક્યુએસઆર ચેઇન પૈકીની એક બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. ૧૦ની ફેસવેલ્યૂ અને રૂ. ૫૯-૬૦ની પ્રાઇસબેન્ડ ધરાવતાં કરોડ શેર્સના આઇપીઓ સાથે તા. ૨જી ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી છે. કંપની કુલ રૂ. ૮૧૦ કરોડનો ઇશ્યૂ યોજાશે તેમાંથી ક્યુએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ન્યૂનતમ ૨૫૦ અને ત્યારપછી ૨૫૦ શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. ૮૧૦ કરોડ (૧૩.૫૦ કરોડ શેર્સ)ની રહેશે. તેમાંથી રૂ. ૪૫૦ કરોડ (. કરોડ શેર્સ)નો ફ્રેશ ઇશ્યૂ તેમજ ઓફર ફોર સેલ રૂ. ૩૬૦ કરોડ ( કરોડ શેર્સ)ની રહેશે. ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપની માટે ફંડ પૂરું પાડવા, બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપની સ્થાપિત કરવા માટે કંપનીની બાકી નીકળતી રકમની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી કરવા અને બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપનીની રચના કરવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે મૂડીગત ખર્ચ કરવા માટે થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરવામાં આવશે.

બર્ગર કિંગની સહકર્મી જ્યુબિલન્ટ ફૂડ વર્કસ હાલમાં નાણાકીય વર્ષ ૨૦૨૦ના આધારે . ઇવી / વેચાણ પર ટ્રેડ કરી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બર્ગર કિંગને જ્યુબિલન્ટ ફૂડ વર્કસ જેવું પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે, કેમ કે તેનો ટ્રેક રેકોર્ડ જ્યુબિલન્ટ જેવો નફાકારક નથી. એન્જલ બ્રોકિંગના એસોસિએટ ઈક્વિટી એનાલિસ્ટ કેશવ લાહોટીએ કહ્યું કે *તેમનો આઉટલેટ્સ હજુ તો નવા નવા છે અને અમે માનીએ છીએ કે મોટાભાગના ભારતીય લોકો બર્ગર કિંગના બર્ગરની જગ્યાએ જ્યુબિલન્ટના પિઝાને વધારે પ્રાધાન્ય આપે છે. તેથી બર્ગર કિંગે જ્યુબિલન્ટ ફૂડવર્કસની તુલનામાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત નક્કી કરી છે, તેથી મૂલ્યાંકન અને ભવિષ્યમાં કંપનીની વૃદ્ધિની શક્યતાને જોતા, પ્રથમ નજરમાં અમને આઈપીઓ આકર્ષક લાગે છે.

બર્ગર કિંગ રેસ્ટોરાંની સંખ્યાના આધારે તેમની કામગીરીના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન ભારતમાં સૌથી ઝડપથી વિકસતી આંતરરાષ્ટ્રીય ક્યૂએસઆર ચેન બની છે. ?૮૧૦ કરોડના ઇશ્યૂમાં ?૪૫૦ કરોડની કિંમતનો નવો ઇશ્યૂ છે અને ? ૩૬૦ કરોડના વેચાણ માટેની ઓફર છે. કંપનીએ જાહેર બજાર રોકાણકાર અમંસા ઇન્વેસ્ટમેંટ પાસેથી શેર દીઠ રુ. ૫૮. ની કિંમતે પ્રી-આઈપીઓ ફંડિંગ તરીકે ?૯૨ કરોડનું ભંડોળ ઊભું કર્યું છે.

(12:00 am IST)