મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

નાગરિકોનો ડેટા NATGRID અને Netra દ્વારા મેળવાઈ રહ્યો છે : લોકોના બેન્ક એકાઉન્ટ ,ટ્રાવેલ હિસ્ટ્રી , સહિતની બાબતો મેળવવી તે બાબત નાગરિકોના મૂળભૂત હક્ક ઉપર તરાપ સમાન : દિલ્હી હાઇકોર્ટમાં એડવોકેટ પ્રશાંત ભૂષણની જાહેર હિતની અરજી : નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો

ન્યુદિલ્હી : નાગરિકોનો ડેટા NATGRID અને Netra દ્વારા મેળવાઈ રહ્યો છે  જે બાબત નાગરિકોના મૂળભૂત પ્રાઇવસી હક્ક ઉપર તરાપ સમાન છે.તેવી જાહેર હિતની અરજી એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાઈ છે.

સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન એનજીઓએ  ઉપરોક્ત અરજી એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા  દાખલ કરાવી છે.

દિલ્હી હાઇકોર્ટે ઉપરોક્ત પિટિશનને ધ્યાને લઇ કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે. જાહેર હિતની અરજીમાં   NATGRID અને Netra દ્વારા મેળવાઈ રહેલો  નાગરિકોનો ડેટા અટકાવી દેવા અરજ કરાઈ છે.

એડવોકેટ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના અગાઉના જજમેન્ટને ટાંકીને જણાવ્યું હતું કે તેમાં અપાયેલી સૂચનાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે આ ડેટા મારફત નાગરિકોના બેન્ક એકાઉન્ટ ,તેમાં કરાયેલી લેવડદેવડ ,ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની બાબતો મેળવી લેવામાં આવી રહી છે.જે તેમના નાગરિક અધિકારના ભંગ સમાન છે. કોઈ ચોક્કસ કારણ વિના કે કાયદેસરની પરમિશન વિના નાગરિકોની અંગત માહિતી મેળવી શકાય નહીં .

દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ તથા જસ્ટિસ પ્રતીક જલનની ખંડપીઠે ઉપરોક્ત બાબતે એફિડેવિટ સાથે હાજર થવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.જોકે તેઓએ ડેટા મેળવવાની હાલની પ્રક્રિયા સ્થગિત કરી દેવાનો ઇન્કાર કર્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)