મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

મથુરામાં કૃષ્ણ મંદિર માટે 3000 જેટલા વૃક્ષોનો સોથ વાળી શકાય નહીં : કૃષ્ણ મંદિરને ફરતા 25 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 2940 વૃક્ષો કાપવા દેવા યુ.પી.સરકારે કરેલી અરજ સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

ન્યુદિલ્હી : મથુરામાં આવેલા કૃષ્ણ મંદિરને ફરતા વિસ્તારમાં રોડ ઉપર ઉભેલા 2940 વૃક્ષો કાપવા દેવા માટે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજ કરી હતી.જેના જવાબમાં ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે એ જણાવ્યું હતું કે  કૃષ્ણ મંદિર માટે 3000 જેટલા વૃક્ષોનો સોથ વાળી  શકાય નહીં .તેનાથી પર્યાવરણને ભારે નુકશાન થઇ શકે છે.

ઉત્તર પ્રદેશના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે કરેલી અરજીમાં આ માટે 138.41 કરોડ રૂપિયાનું વળતર ચુકવવાની તૈયારી બતાવી હતી.તથા જેટલા વૃક્ષો કપાશે તેનાથી વધુ વૃક્ષો વાવવાની ખાતરી આપી હતી પરંતુ નામદાર ચીફ જસ્ટિસની બેન્ચે  જણાવ્યું હતું કે નવા વૃક્ષો વાવવા માટે સો વર્ષ જુના વૃક્ષો કાપી શકાય નહીં .વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત રૂપિયા પૈસામાં માપી શકાય નહીં .

નામદાર કોર્ટે બીજી કોઈ રીતે મૂલ્યાંકન કરવા 4 સપ્તાહનો સમય આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(12:00 am IST)