મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

બિહારમાં મળી મહિલાની અડધી બળેલી લાશઃ રેપ કર્યા પછી ગોળી મારીને હત્યા કર્યાની પોલીસને આશંકા છે.

        બકસર ( બિહાર ) માં એક છોકરીની લાશ જપ્ત થઇ છે જેનો ઉપરનો ભાગ બળેલો છે, પોલીસને આશંકા છે કે છોકરી સાથે રેપ થયો છે અને પુરાવાઓ નષ્ટ કરવાના ઇરાદાથી ગોળી મારીને પછી તેને સળગાવી હોય.

        પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં પીડિતાની ઓળખ અને ઉંમરનો ખ્યાલ આવી શકતો. પોલીસનું કહેવું છે કે ઘટના સોમવારના બનવા પામી.

(10:42 pm IST)