મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

વોલમાર્ટે એચડીએચસી બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું: પ૦ દિવસ સુધી વગર વ્યાજે લોનની સુવિધા

હૈદ્બાબાદ: વોલમાર્ટ ઇન્ડીયાએ પોતાના ભાગીદારો માટે એક ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે. વોલમાર્ટે આ આ ક્રેડિટ કાર્ડ એચડીએફસી બેંકની સાથે મળીને જાહેર કર્યું છે. વોલમાર્ટની હોલસેલ દુકાનોમાંથી ખરીદી કરનાર બેસ્ટ મોર્ડન હોલસેલના સભ્યો આ કાર્ડનો ઉપયોગ કરી શકશે. વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવ દ્વારા બેસ્ટ પ્રાઇઝ સ્ટોર ખાતે આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, આ કાર્ડને સમગ્ર ભારતમાં આવેલ અન્ય 26 બેસ્ટ પ્રાઇઝ મોર્ડન હૉલસેલ સ્ટોર ખાતે પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ કાર્ડમાં આ સભ્યો માટે ખાસ સુવિધા આપવામાં આવી રહી છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા 50 દિવસ સુધી વગર વ્યાજે લોનની સુવિધા આપવામાં આવી રહી છે. વોલમાર્ટ અને એચડીએફસી બેંક દ્વારા ભાગીદારીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ક્રેડિટ કાર્ડ હોલસેલ વેચાણ કેંદ્વોમાંથી ખરીદી કરનાર સભ્યોનીની સરળતા માટે છે. તેનાથી ખરીદી કરનારાઓને મદદ મળશે.

આ ક્રેડિટ કાર્ડ લઇને વોલમાર્ટના સીઇઓ અને ચેરમેન કૃષ્ણ ઐયરે ઘણી જાણકારી આપી હતી. ક્રિશ ઐયરએ જણાવ્યું હતું કે, ‘આ સહભાગીદારી અમારા સભ્યો, ખાસ કરીને કરિયાણા અને અન્ય નાના વ્યવસાયીઓને સમૃદ્ધ થવા માટેની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. તેનાથી સભ્યોને તેમની વ્યવસાયની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં તથા સ્ટોરમાં વધુ સમય ગાળવામાં અને તેમના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં મદદ મળી રહેશે. આ કાર્ડ મારફતે ચૂકવણીઓ કરીને અમારા સભ્યો ડિજિટલ અર્થતંત્ર તરીકે ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યાં છે. અમે દેશમાં શૅર્ડ વેલ્યૂનું સર્જન કરવાના પગલાં લઇને આનંદ અનુભવીએ છીએ.

આ કૉ-બ્રાન્ડેડ કાર્ડ બેસ્ટ પ્રાઇઝના સભ્યોને વાર્ષિક ખર્ચ પર 6% સુધીની બચત કરાવવાની સાથે તમામ પ્રકારની ખરીદીઓ પર રીવૉર્ડ્સ અને કૅશબૅક આપશે. આ કાર્ડ બે પ્રકારે ઉપલબ્ધ છે. એન્ટ્રી લેવલનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ સ્માર્ટ નામથી ઓળખાય છે અને કેટલાક ચોક્કસ ખર્ચને આધિન વાર્ષિક રૂ. 14,250 સુધીની બચત પૂરી પાડે છે. તેવી જ રીતે, તેનું પ્રીમિયમ પ્રકારનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ મેક્સ તરીકે ઓળખાય છે અને તે વાર્ષિક રૂ. 40,247 સુધીની બચત પૂરી પાડે છે.

આ કાર્ડને ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસના બિઝનેસ યુનિટ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવશે તથા બેસ્ટ પ્રાઇઝ સભ્યો તેમને પ્રાપ્ત થતાં વિશેષાધિકારો અને ઑફરોની સાથે-સાથે તે તેમના વ્યાવસાયિક ખર્ચને સરળીકૃત કરવામાં અને તેનું વ્યવસ્થાપન કરવામાં પણ મદદરૂપ થશે.

(4:54 pm IST)