મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

મોરને બચાવવા માટે આ યુવક સાપથી ભરેલા કૂવામાં ઊતર્યો

ચેન્નાઇ,તા.૩:તામિલનાડુમાં એક ભાઈએ પોતાના જીવના જોખમે એક મોરને બચાવ્યો હતો જેનો વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. કૂવામાં ડઝનબંધ સાપ પાણીની સપાટી પર તરતા જોઈ શકાતા હતા. એવા કૂવામાં એક મોર પડી ગયો હતો. ૩૦ ફુટ ઊંડા કૂવામાંથી મોર બહાર નીકળી શકે એમ નહોતો અને ડરને કારણે પાણીની સપાટી પર આવી શકતો નહોતો અને પાણીમાં ડૂબકાં ખાઈ રહ્યો હતો. એને બચાવવા માટે એક યુવક કમર પર દોરડું બાંધીને નીચે ઊતર્યો હતો. જોકે ત્યાં સુધીમાં મોર થોડાક ઊંડાં પાણીમાં ગરક થઈ ગયો હતો. ચોમેર સાપ હોવા છતાં એ કૂવામાં ઊતરેલો યુવક પાણીમાં ખાબકયો અને નીચેથી મોરને પકડીને બહાર લઈ આવ્યો. એ પછી તેના સાથીઓએ દોરડું ઉપર ખેંચી લઈને માણસ અને મોર બન્નેને બચાવી લીધા હતા. કૂવાની બહાર આવ્યા પછી મોરના પેટમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું અને તેને ભાન આવતાં એને નજીકની વનરાજીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

(3:52 pm IST)