મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

અમેરિકામાં હિટ એન્ડ રનઃ બે ભારતીય વિદ્યાર્થી જુડી અને વૈભવના કરૂણ મોત

ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા બંને ભારતીય વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કાર ભારતમાં થાય તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ૪૨ હજાર ડોલરનું ફંડ એકઠું કર્યું હતું.

અમેરિકાના ટેનેસી રાજયમાં એક પીકઅપ ટ્રકની હડફેટે બે ભારતીય વિદ્યાર્થીઓ આવી ગયા હતા. ૨૩ વર્ષીય જૂડી સ્ટેન્લી અને ૨૬ વર્ષનો વૈભવ ગોપીશેટ્ટી ટેનેસી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર કોલેજમાં ખાદ્યવિજ્ઞાાનનો અભ્યાસ કરી રહેલાં બંને વિદ્યાર્થીઓના હિટ એન્ડ રનમાં મોત થયા હતા.

પોલીસે આપેલી વિગત પ્રમાણે એક કારને ટ્રકે હડફેટે લીધી હતી. એ વખતે દ્યટનાસૃથળે જ આ બંનેના મોત થયા હતા. તેમના ભારતીય મૂળના પ્રોફેસર ભારત પોખરેલે જણાવ્યું હતું કે બંને ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. વૈભવ ટૂંક સમયમાં ફૂડના ક્ષેત્રમાં મહત્વનું સંશોધનપત્ર રજૂ કરવાનું વિચારતો હતો. જયારે જૂડી મીડલકલાસ પરિવારમાંથી આવતી હતી અને ખૂબ જ મહેનતું છોકરી હતી.

જોકે, ભારતના કયા રાજયના આ બંને વિદ્યાર્થીઓ હતા, તે વિશે યુનિવર્સિટીએ કોઈ જાહેરાત કરી ન હતી. ડીએનએ ટેસ્ટના આધારે રીપોર્ટ તૈયાર કરીને તેમના પરિવારને જાણ કરવામાં આવી હોવાનું પોલીસના નિવેદનમાં કહેવાયું હતું.

(3:35 pm IST)