મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

કુપોષણમાં દેશમાં ગુજરાત ચોથા સ્થાને!

મહિલા અને બાળકો વિકાસ વિભાગના પ્રધાન સ્મૃતિ ઝુબિન ઇરાનીએ સંસદમાં ૨૮ નવેમ્બર ૨૦૧૯માં આપેલી વિગતો ગુજરાત માટે આંચકારૂપ છે.

તેમણે એક પ્રશ્નના ઉતાતરમાં કહ્યું હતું કે, ૨૦૧૫-૧૬માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે -૪ ના અહેવાલ મુજબ, ૫ વર્ષથી ઓછી વયના ૩૫.૭ % બાળકોનું વજન ઓછું છે અને ૩૮.૪  % ખરાબ આરોગ્ય છે. ૨૨.૯ % મહિલાઓમાં ખોરાક ઉણપ છે. જેમાં ગુજરાતનું સ્થાન ૪ નંબર પર છે જયાં બાળકોનું વજન ઓછું છે અને કુપોષણથી પિડાય છે. ગુજરાતની સ્થિતી અત્યંત ગંભીર છે. ઓછી વજનના બાળકો જન્મી રહ્યાં છે. જેમાં મહિલાઓને પુરતું ખાવાનું મળતું નથી.

ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને ગ્રામ્ય મજૂરો અને ઓછી જમીન ધરાવનાકરાઓ અને શહેરોમાં ઝૂંપડામાં રહેનારાઓ માટે કુપષણની સમસ્યા છે.

કુપોષણ દૂર કરી સકાતું નથી. દેશમાં કુપોષણની સમસ્યાનું નિરાકરણ લાવવા છત્ર એકીકૃત બાળ વિકાસ સેવાઓ યોજના (આઈસીડીએસ) હેઠળ કિશોરો માટેની આંગણવાડી સેવાઓ અને પોષણ અભિયાન, પ્રધાનમંત્રી વંદનાય યોજના, આંગણવાડી પાછળ કરોડોનું ખર્ચ કરે છે. ૬ વર્ષ સુધીના બાળકો, કિશોરવયની છોકરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષક આહાર આપવામાં આવે છે.

નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળ, કુપોષણ, એનિમિયા મુકત ભારત, આયર્ન અને ફોલિક એસિડ આપવામાં આવે છે.

ડી-વોર્મિંગ, આયોડાઇઝડ મીઠાનું પ્રોત્સાહન, વિટામિન-એ સપ્લિમેશન, બાળકોમાં રસીકરણ કરવામાં આવે છે.

૫ વર્ષથી ઓછી વય ધરાવતાં બાળકોનું સ્વાસ્થ્ય રાજય - સ્થિરતા - ઓછું વજન - ખરાબ સ્થિતી  ઝારખંડ - ૩૬.૨ - ૪૨.૯ - ૨૯.૧, છત્ત્।ીસગ - ૩૫.૪ - ૪૦ - ૧૯.૩, મધ્યપ્રદેશ - ૩૯.૫ - ૩૮.૭ - ૧૯.૬, બિહાર - ૪૨ - ૩૮.૭ - ૧૪.૫, ગુજરાત - ૩૯.૧ - ૩૪.૨ - ૧૭, આંધ્રપ્રદેશ - ૩૧.૫ - ૩૩.૫ - ૧૭.૧, અરુણાચલ પ્રદેશ - ૨૮ - ૧૫.૫ - ૬.૮, આસામ - ૩૨.૪ - ૨૯.૪ - ૧૯.૪, દિલ્હી - ૨૮.૮ - ૨૮.૧ - ૧૪.૮, ગોવા - ૧૯.૬ - ૨૦.૩ - ૧૫.૮, હરિયાણા - ૩૪.૯ - ૨૮.૮ - ૧૧.૭, હિમાચલ પ્રદેશ - ૨૮.૪ - ૨૨.૬ - ૧૧, જમ્મુ અને કાશ્મીર - ૧૫.૫ - ૧૩.૧ - ૧૪.૯, કર્ણાટક - ૩૨.૫ - ૩૨.૪ - ૧૯.૩, કેરળ - ૨૦.૫ - ૧૮.૭ - ૧૨.૬, મહારાષ્ટ્ર - ૩૪.૧ - ૩૦.૯ - ૧૬.૯, મણિપુર - ૨૮.૯ - ૧૩ - ૬, મેદ્યાલય - ૪૦.૪ - ૨૯.૬ - ૧૪.૭, મિઝોરમ - ૨૭.૪ - ૧૧.૩ - ૫.૮, નાગાલેન્ડ - ૨૬.૨ - ૧૬.૩ - ૧૨.૯, ઓડિશા - ૨૯.૧ - ૨૯.૨ - ૧૩.૯, પંજાબ - ૨૪.૩ - ૧૯.૭ - ૬.૭, રાજસ્થાન - ૩૬.૮ - ૩૧.૫ - ૧૪.૩, સિક્કિમ - ૨૧.૮ - ૧૦.૮ - ૬.૯, તામિલનાડુ - ૧૯.૭ - ૨૩.૫ - ૨૦.૭, તેલંગાણા - ૨૯.૩ - ૩૦.૮ - ૧૭.૯, ત્રિપુરા - ૩૧.૯ - ૨૩.૮ - ૧૨.૮, ઉત્ત્।રપ્રદેશ - ૩૮.૮ - ૩૬.૮ - ૧૮.૫, ઉત્ત્।રાખંડ - ૨૯.૯ - ૧૮.૭ - ૫.૯, પશ્યિમ બંગાળ - ૨૫.૩ - ૩૦.૯ - ૨૦.૧,ભારત - ૩૪.૭ - ૩૩.૪ - ૧૭.૩

(3:34 pm IST)