મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

નિર્ભયાના દોષિતોને ટુંકમાં જ ફાંસી થઇ શકે

તિહાર જેલની પાસે ફાંસી આપનાર જલ્લાદ નથી : નિર્ભયા ગેંગરેપના અપરાધીની પાસે કાનૂની ઉપાય રહ્યા નથી : ફાંસીની તારીખ કોઇ પણ સમયે આવશે : સુત્ર

નવી દિલ્હી,તા. ૩: નિર્ભયા ગેંગ રેપના દોષિતોની પાસે હવે હવે કાનુની વિકલ્પ અને ઉપાય વધારે રહ્યા નથી. તેમને ફાંસી આપવા માટેની તારીખ હવે કોઇ પણ સમય જાહેર કરવામાં આવી શકે છે. તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે. જો કે તિહાર જેલ વહીવટીતંત્રના અધિકારીઓની સામે હવે સૌથી મોટી ચિંતાની બાબત ફાંસી આપી શકે તે જલ્લાદ નહીં હોવાને લઇને રહેલી છે. જેલ વહીવટીતંત્રની પાસે નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે કોઇ જલ્લાદ નથી. સુત્રોએ કહ્યુ છે કે એક મહિનામાં ફાંસીની તારીખ આવી શકે છે. જેથી જેલ વહીવટીતંત્ર ચિંતાતુર છે. તિહાર જેલના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે જેલ વહીવટીતંત્ર ફાંસી આપવા માટે જરૂરી વિકલ્પો પર કામ કરી રહ્યુ છે. આગામી એક મહિનામાં કોઇ પણ સમય તારીખ આવી શકે છે. દોષિતોને કોર્ટ દ્વારા બ્લેક વોરંટ જારી કરી દેવામાં આવ્યા બાદ કોઇ પણ સમય ફાંસી આપવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ જો અપરાધીઓની દયાની અરજીને ફગાવી દે છે તો વોરંટ જારી કરવામાં આવશે. ત્યારબાદ ફાંસીની તારીખ જાહેર કરાશે. આ પહેલા છેલ્લી વખત સંસદ પર હુમલાના અપરાધી અફજલ ગુુરુને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

અફઝલને જેલમાં ફાંસી આપતા પહેલા મજબુત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અફઝલની ફાંસીમાં જેલના જ એક કર્મચારીએ ફંદાને ખેંચવા માટેની સહમતિ આપી હતી. સુત્રોએ કહ્યુ છે કે જલ્લાદની કમીને ધ્યાનમાં લઇને અધિકારીઓ દ્વારા અનૌપચારિક રીતે બીજા જેલમાંથી જલ્લાદને લઇને ચર્ચા કરી છે. ઉત્તરપ્રદેશના કેટલાક ગામોમાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યાંથી પૂર્વમાં કેટલાક જલ્લાદ રહી ચુક્યા છે.

(3:33 pm IST)