મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

હવેથી ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે

જનરલ ડબ્બામાં સ્લીપરની વ્યવસ્થા શક્ય બની શકેપણ બેઠક મળે તેવી યોજના

નવી દિલ્હી : ભારતીય રેલવે ઉતારુઓને મદદરૂપ થવા એક મોટું પગલું ભરવા જઇ રહી છે. હવેથી ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે. અત્યાર અગાઉ જનરલ ડબ્બામાં રિઝર્વેશન મળતું નહોતું. લોકો કલાક બે કલાક વહેલા જઇને સ્ટેશન પર લાઇનમાં ઊભા રહેતા. ટ્રેન પ્લેટફોર્મ પર લાગે અને જનરલ ડબ્બાના દરવાજા ખુલે ત્યારે બળિયાના બે ભાગ જેવી સ્થિતિ સર્જાતી અને ઘણાએ અત્યંત હાડમારી સહન કરવાની આવતી. હવે જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન આપવાનું રેલવેએ નક્કી કર્યું છે.  

  હાલમાં આ યોજના પૂર્વ-મધ્ય રેલવેના દાનાપુર વિભાગમાં શરૂ કરાઇ રહી છે. એને પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (પૂરબ) એવું નામ આપવામાં આવ્યું છે. દાનાપુર ઝોનમાં આ યોજના સફળ થશે તો દેશભરમાં એનો અમલ કરવાની રેલવેની યોજના છે.

આ યોજના હેઠળ ટિકિટ ધારકના વ્હોટસ્ એપ પર એના પોતાના ફોટોગ્રાફ સાથે સીટ નંબર આવી જશે. અત્યારે ફક્ત સીટ નંબરનો અમલ થવાનો છે. જનરલ ડબ્બામાં સ્લીપરની વ્યવસ્થા શક્ય બની શકે નહીં. કોઇ પણ ટ્રેનમાં જનરલ ડબ્બો એકજ હોય છે. એટલે મર્યાદા આવી જતી હોય છે. બધાંને બેઠક આપી શકાય. સ્લીપર આપી શકાય નહીં.

(1:37 pm IST)