મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

એસપીજી સુરક્ષા ખરડો રાજયસભામાં રજ

માત્ર ને માત્ર વડાપ્રધાનને જ આ સુરક્ષા મળશેઃ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધઃ રાજકીય પ્રેરીત કૃત્ય ગણાવ્યું

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજે મંગળવારે રાજયસભામાં એસપીજી સુધારા બિલ ગૃહમંત્રી  અમિતભાઇ શાહ દ્વારા રજૂ આવી રહયું છે.  આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂકયું છે પરંતુ રાજયસભામાં તેના પર વિરોધ જોવા મળી શકે છે.  લોકસભામાં પણ ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.   સંસદના ઉચ્ચ ગૃહમાં આ ખરડો પસાર થાય તે માટે સંસદના ગ્રંથાલય ભવનમાં ભાજપ સંસદીય પાર્ટીની બેઠક મળી હતી. એવું માનવામાં આવે છે કે રાજયસભામાં ઓછી બહુમતીવાળી મોદી સરકાર અન્ય દ્યણા સાંસદોનો ટેકો મેળવવા  માટે રણનીતિ તૈયાર કરી રહી છે.  આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના ઉચ્ચ નેતાગીરી સહિતના અનેક સાંસદ ગ્રંથાલય ભવનમાં મળ્યા હતા.  એસપીજી સુધારા બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.  તેમણે આ બિલને રાજકીય પ્રેરિત ગણાવ્યું હતું.  તે જ સમયે, અમિતભાઇએ કહેલ કે આ ખરડા અન્વયે એસપીજી સુરક્ષા માત્રને માત્ર વડાપ્રધાનને જ મળશે અને વડાપ્રધાનપદ પરથી દુર થયા પછી પાંચ વર્ષ  સુધી જ મળશે.

(1:30 pm IST)