મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

મુસ્લિમ પક્ષ વતી કેસ લડનાર હિન્દુ ધારાશાસ્ત્રી રાહુલ ધવનને જમિયતે રૂખસદ આપી

અયોધ્યા રિવ્યુ પીટીશન નહિ લડેઃ પોતાની માંદગીના વાતો ભ્રામક-જુઠી હોવાની ધવનની જાહેરાત

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષે કહ્યું, રાજીવ ધવન નબળી તબિયતના કારણે કેસમાંથી ખસી ગયા છે. મુસ્લિમ પક્ષોએ કહ્યું હતું કે રાજીવ ધવનની તબિયત ખરાબ છે, તેથી હવે તેઓ અયોધ્યા કેસમાં સમીક્ષા અરજીની હિમાયત કરશે નહીં.  પરંતુ રાજીવ ધવને ફેસબુક પોસ્ટ દ્વારા સત્ય  જાહેર કર્યું છે.

  અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા સુપ્રિમ કોર્ટના  વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજીવ ધવને કહ્યું છે કે મુસ્લિમ પક્ષ દ્વારા મને આ કેસમાંથી દૂર કરવામાં આવ્યો છે.    મુસ્લિમ પક્ષોએ કહ્યું હતું કે રાજીવ ધવનની તબિયત ખરાબ છે, તેથી હવે તેઓ અયોધ્યા કેસમાં સમીક્ષા અરજીની પેરવી કરશે નહીં.  ધવનનો આરોપ છે કે જમિઆત  કેસથી અલગ થવા પાછળ મારી નાદુરસ્ત તબિયત અંગે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે.  આ સમગ્ર મામલાનો ખુલાસો કરતાં રાજીવ ધવને પોતાના ફેસબુક પેજ પર લખ્યું, 'મને જાણ કરવામાં આવી છે કે શ્રી મદનીએ સંકેત આપ્યો હતો કે હું બીમાર હોવાથી મને કેસમાંથી હટાવવામાં આવ્યો હતો.' આ એકદમ બકવાસ છે.

શ્રી રાજીવ ધવને કહ્યું છે કે જમિયતને અધિકાર છે. કે તેમના ''એડવોકેટ ઓન રેકોર્ડ'' શ્રી એઝાઝ મકબુલને સુચના આપે કે મને કેસમાંથી બરખાસ્ત કરે આ જ સુચનાનું તેમણે પાલન કર્યું છે પણ મારી માંદગીની જે વાત કહે છે તે ભ્રામક અને જુઠી છે. તે અંગે મે પત્ર પણ લખ્યો છે.

(1:29 pm IST)