મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

બિહારમાં ૭ મહિલા સહિત રર મુસ્લિમોએ જજ બનીને ઇતિહાસ રચ્યો

પટના તા.૩ : બિહાર હાઇકોર્ટના પરિણામ રર મુસ્લિમ યુવાઓએ જીત પ્રાપ્ત કરી છે. પરિણામમાં રર મુસ્લિમ જજ બની ગયા છે.

ખાસ વાત એ છે કે, આમાંથી ૭ મુસ્લિમ છોકરીઓ છે. આનાથી પણ ખાસ વાત એ છે, પટનાની હિજાબ પહેરનારી યવતી સનમ હયાતે બધા મુસ્લિમ સ્પર્ધકોમાં સૌથી વધારે રેન્ક મેળવ્યા છે.

સનમ હયાતના દસમો રેન્ક છે સખત મહેનત પછી જજ બનેલી ઝારખંડની બોકારોની પુત્રી શબનમ જબીએ જજ બનવા પર પ્રશંસા મેળવી છે.

યુપીમાં પણ ન્યાયીક સેવામાં ૩૮ મુસ્લિમ યોર ઓનર કહેવાનો હક મેળવી લીધો હતો. જેમાંથી ૧૮ યુવતીઓ  છે. હાલમાં જ રાજસ્થાનના રિઝલ્ટમાં ૬ મુસ્લિમ પસંદગી પામ્યા હતા. જેમાંથી પાંચ યુવતીઓ હતી.

યુવકોના મુકાબલે યુવતીઓ અહીયા પાછળ રહી ગઇ છે. પરંતુ બિહારમાં મહિલાઓની સ્થિતિને જોતા આ પ્રશંસાને પાત્ર છે. યુપી, રાજસ્થાન, પછી હવે બિહરના મુસ્લિમોએ પણ પોતાના રાજયનું નામ ઉચુ કર્યુ છે. તેઓની છોકરીઓ પર ગર્વ છે, વકીલ ઇકબાલની પુત્રી શબનમ જબી પણ આ પરિણામમાં જજ બની છે.

શુક્રવારના પરિણામ અનુસાર ૩૦મી બિહાર ન્યાયીક સેવા પરીક્ષામાં કુલ ૧૦૮૦ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ૬૮૭ લોકોની પસંદગી થઇ.

વસ્તુત ઉતરપ્રદેશ ન્યાયીક સેવાના પરિણામની તુલના આ રિઝલ્ટ ઓછુ છે, પણ તે વર્તમાનની તુલનામાં ઘણી વધારે પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. ખાસ રૂપે ૭ છોકરીઓનું જજ બનવુ ઘણુ પ્રશંસાપાત્ર છે.

મુસ્લિમોનો શિક્ષણ ભારતમાં સૌથી ઓછો છે જેના કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ બદતર સ્થિતિમાં જીવન જીવી રહયો છે. જે પ્રકારે મુસ્લિમોએ ન્યાયીક સેવામાં પોતાની જીતનો ઝંડો લહેરાવ્યો છે.

(1:26 pm IST)