મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

પિતાને અન્‍યસ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ પુત્રી, સાંકળથી બાંધીને રેપ કરતો હતો પિતા

પુત્રીએ આરોપ લગાવ્‍યો છે કે, તેણે પિતાને કોઈ અન્‍ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયા બાદ તેના પિતાએ તેને એક રૂમમાં બંધ કરી સાંકળથી બાંધી દીધી હતી, તેની સાથે અનેક વખત દુષ્‍કર્મ પણ આચર્યુ હતું

ઝાલોર, તા.૩: હૈદરાબાદ અને રાંચી ગેંગરેપ જેવી હૃદય કંપાવી દે એવી ઘટના બાદ રાજસ્‍થાનના ઝાલોરથી પણ એક શરમજનક દ્યટના પ્રકાશમાં આવી છે. ૧૭ વર્ષની એક યુવતીએ પોતાના પિતા સામે સાંકળથી બાંધીને વારંવાર રેપ કરવાની પોલીસમાં ફરિયાદ કરી છે. સગીર પુત્રીનો આરોપ છે કે, તેણે પિતા અન્‍ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગઈ હતી. ત્‍યારબાદથી તેનો પિતા તેની સાથે આવી હેવાનીયત ભરી હરકત કરતો હતો.

પુત્રીએ આરોપ લગાવ્‍યો છે કે, તેણે પિતાને કોઈ અન્‍ય મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયા બાદ તેના પિતાએ તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. યુવતી કોઈને કંઈ જ ન જણાવી દે એટલા માટે સાંકળથી બાંધી દીધી હતી. તેની સાથે અનેક વખત દુષ્‍કર્મ પણ આચર્યું હતું.

અનેક દિવસો પછી પિતાના ચંગુલમાંથી જેમતેમ કરીને બચીને ભાગેલી પીડિતાએ પોતાના મામાના દ્યરે પહોંચી હતી. પોતાના મામાને દ્યટનાની જાણકારી આપી હતી. પોલીસે આરોપી સામે કેસ નોંધાવ્‍યો હતો. પીડિતાને સોમવારે મેડિકલ કરવામાં આવ્‍યું હતું.

ઝાલોરના બાગોડા પોલીસ સ્‍ટેશનના પ્રભારી ગિરધરસિંહના જણાવ્‍યા પ્રમાણે પીડિતાના મામાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીની બહેનના લગ્ન આરોપી સાથે થયા હતા. આરોપી તેની બહેનને માર મારતો હતો. આનાથી તેમના સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. આરોપીએ બીજા લગ્ન કરી લીધા હતા.

પીડિતાના મામાએ પોલીસને જણાવ્‍યું હતું કે, તેની ભાણી પોતાના મામાના દ્યરે જ રહેતી હતી. આરોપીના પરિવારની જ એક મહિલા સાથે આડા સંબંધ હતા. પીડિતાએ એક દિવસ પોતાના પિતાને એ મહિલા સાથે આપત્તિજનક અવસ્‍થામાં જોઈ ગયો હતો.

આડા સંબંધોને સંતાડવા માટે આરોપી પિતા અને એ મહિલાએ પુત્રીને સાંકળ વડે બાંધીને ત્રણ તાળા લગાવ્‍યા હતા. અને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. એટલું જ નહીં પિતા પોતાની પુત્રી સાથે વારંવાર દુષ્‍કર્મ પણ આચરતો હતો. જોકે, જેમતેમ કરીને પોતાના પિતાના ચંગુલમાંથી નીકળીને ભાગી ગઈ હતી.

(12:43 pm IST)