મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ઓ..હો..હો..વિદેશ જવાના ભાડામાં ૧૮૦% સુધીનો વધારો

જેટ એરવેઝની ગેરહાજરીને કારણે ભાડા આસમાને

નવી દિલ્‍હી તા.૩: આ વર્ષમાં આંતરરાષ્‍ટ્રીય વેકેશન ભારે ખર્ચ સાબિત થવાની શકયતા છે અમેરિકા અને યુરોપ જેવા મહત્‍વના આંતરરાષ્‍ટ્રીય ગ્રુપના ભાડાંમાં ૧૮૦% ટકા સુધી વધારો થયો છે જેટ એરવેઝની ગેરહાજરીના કારણે આવનારા વધી ગયા છે એપ્રિલમાં જેટ એરવેસ બંધ થઈ ગઈ તે પહેલા ભારતમાંથી આંતરરાષ્‍ટ્રીય રોડ પર તે સૌથી મોટી એરલાઇન  હતી

 ચાલુ વર્ષના ડિસેમ્‍બર મહિનાના એરફેર ની સરખામણી ગયા વર્ષના ડિસેમ્‍બર સાથે કરવામાં આવે તો સ્‍પષ્ટ દેખાય છે કે ભાડામાં તીવ્ર ઉછાળો આવ્‍યો છે ઉદ્યોગના એનાલિસ્‍ટ કહે છે કે આંતરરાષ્‍ટ્રીય અથવા ડોમેસ્‍ટીક એરલાઇન્‍સ જેટની વિદાયથી સર્જાયેલ ગેપ દુર કરવા પ્રયાસ નહી કરે ત્‍યાં સુધી આ ટેરિફ ઉંચા જ રહેશે.

ટ્રાવેલ ેગ્રીગ્રેટર ઈકસીગોના સીઇઓ અને સહસ્‍થાપક અલોક બાજપેયીએ જણાવ્‍યુ હતુ કે ‘શિયાળો ટ્રાવેલ માટેની માંગ ઘણી ઉંચી છે અને તેના  કારણે ભાડા વધી રહ્યા છે.  સ્‍થાનિક ક્ષમતામાં ફરી બાઉન્‍સ બેક જોવા મળ્‍યુ છે. પરંતુ યુરોપ અને અમેરિકા માટેની જેટની નોનસ્‍ટોપ ક્ષમતાને કોઇ પરત મેળવી શકે તેમાં સમય લાગશે. આંતરરાષ્‍ટ્રિય એરલાઇન્‍સે ચાલુ શિયાળામાં યુરોપ માટે ફલાઇટની ફ્રિકવન્‍સીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્‍યારે આ ગેપ સંપુર્ણ રીતે પુર્વવત નહી થાય ત્‍યાં સુધી અમૂક રૂટ માટે એરફેર ઉંચા જળવાઇ રહેશે.'

ભારત અને લન્‍ડન સેક્‍ટરમાં કેટલીક નવી ફ્‌લાઇટ શરૂ થવાની શકયતા છે વિસ્‍તારા અને ઈન્‍ડિગો ફ્‌લાઈટ લોન્‍ચ કરશે પરંતુ અન્‍ય સેક્‍ટરમાં એરલાઇન્‍સ ફલાઇટ ઉમેરે ત્‍યાં સુધી રાહ જોવી પડશે.

ઉંચા ભાડાને કારણે લોકોએ ડિસેમ્‍બરમાં શરૂ થતી તહેવારની સીઝનમાં ટ્રાવેલ પ્‍લાન મુલતવી રાખવા પડયા છે. લંડન સ્‍થિત વૈશ્વિક મલ્‍ટિ નેશનલ કંપનીના કન્‍સલ્‍ટન્‍ટે નામ જાહેર ન કરવાની શરરતે કહ્યુ કે ‘હુ હંમેશા વર્ષના  અંતમાં મિત્રો અને પરિવારજનોની મુલાકાત લેતો હતો. પરંતુ મારેઆગામી વર્ષ સુધી ટ્રાવેલ પ્‍લાન મુલત્‍વી રાખવા પડશે. કારણકે ભાડા ગયા વર્ષે કરતાં બમણા થઇ ગયા છે.'

તેમણે કહ્યુ છે કે તે આગામી જાન્‍યુઆરીમાં મુલાકાત લેવાનુ વિચારે છે.  જ્‍યારે ભાડા થોડા ઘટયા હશે.

ટ્રાવેલ્‍સ કંપનીના એકિઝક્‍યુટીવ કહે છે કે પિક ટાઇમમાં જે બુકિંગ જોવા મળતા હોય છે. તેટલી સંખ્‍યામાં આ વખતે બુકિંગ માત્ર ૧૦ ટકા વધારે છે. અગાઉ તેમાં ઉંચી વૃદ્ધિ જોવા જોવા મળતી હતી.

જેટ એરવેઝ બંધ થઇ જવાથી ક્ષમતા પર અસર ન પડે તે માટે સરકારે દરમિયાનગીરી પણ કરી હતી.

આ વેકેશન ખિસ્‍સામાં ગાબડુ પાડશે

અમેરીકા અને યુરોપ જેવા રૂટના ભાડામાં મહત્તમ વધારો

રૂટ

ડિસે'૧૮

ડિસે'૧૯

વધારો(%)

દિલ્‍હી-પેરિસ

૪૦,૦૨૦

,૧૪,૬૪૨             

 ૧૮૬.૪૬

મુંબઇ-લંડન

૫૩,૦૪૧

,૨૩,૦૨૧

૧૩૧.૯૪

મુંબઇ-એમ્‍સ્‍ટરડેમ

૩૫,૭૪૫

૭૨,૫૩૯

૧૦૨.૯૩

દિલ્‍હી -લંડન

૫૧,૨૬૦

૭૪,૭૪૨

૪૫.૮૧

દિલ્‍હી-ન્‍યુ યોર્ક

૫૮,૦૩૪

,૫૮,૪૦૬

૬૩.૩૬

મુંબઇ -SFO

૭૫,૫૧૪

,૧૨,૭૬૮

૩૫.૭

 

(11:49 am IST)